લોકલ સંક્રમણમાં સતત વધારો : 13 પોઝિટિવ કેસ શહેરી વિસ્તારના અને એક ગ્રામ્ય વિસ્તારનો : પોઝિટિવ કેસના દર્દીઓના વિસ્તાર સીલ કરવા કાર્યવાહી

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં દોઢ માસથી અનલોકમાં રાજ્ય સરકાર દ્વારા મહદઅંશે રાહતો આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લામાં કોરોના મહામારીના પોઝિટિવ કેસોનું પ્રમાણે સતત વધી રહ્યું છે અને લોકલ સંક્રમણને કારણે શહેરના મોટાંભાગના વિસ્તારોમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર જામનગર શહેરમાં વધુ 13 પોઝિટિવ કેસ આવ્યાં છે અને જિલ્લામાં ધ્રોલમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જ્યારે ત્રણ લોકોના મોત નિપજ્યા છે.
છેલ્લાં ચાર માસથી ગુજરાત અને ભારતમાં કોરોના વૈશ્ર્વિક મહામારીનો અજગરી ભરડો સતત વધતો જ જાય છે. આ મહામારીમાં દેશના લાખો લોકો સંક્રમિત થયા છે અને રાજ્યમાં પણ કોરોના સંક્રમિતનો આંકડો 45 હજારને પાર કરી ગયો છે. જ્યારે જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન જામજોધપુર તાલુકાના વસંતપુર ગામના 90 વર્ષના વૃદ્ધા અને ધ્રોલ તાલુકાના 62 વર્ષના વૃદ્ધા તથા જામનગરના 90 વર્ષના વૃધ્ધા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે જામનગર શહેરમાં નવાગામ ઘેડમાં મુરલીધર સોસાયટીમાં રહેતા 65 વર્ષના વૃદ્ધ, આનંદ કોલોની આનંદબાગ પાસે રહેતા 60 વર્ષના વૃદ્ધા, મોટી આશાપુરા સામેના મેઘવારવાસમાં રહેતા 75 વર્ષના વૃદ્ધા, સ્વામિનારાયણનગરમાં રહેતા 82 વર્ષના વૃદ્ધા, ઢીચડામાં યોગેશ્ર્વરધામમાં રહેતા ંરહેતા 34 વર્ષના યુવાન, આંબલી ફળી હાજીનો ચકલા વિસ્તારમાં રહેતાં 48 વર્ષના યુવાન તથા રણજીતસાગર પરની નંદનવન સોસાયટીમાં રહેતા 40 વર્ષના યુવાન અને ખોડિયાર કોલોની માં રહેતા 38 વર્ષના યુવાન તથા પટેલ કોલોની 4/1 માં રહેતાં 45 વર્ષના યુવાન, હરિયા કોલેજ પાછળ, કૈલાશનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષના યુવાન, સુભાષ પાર્ક રણજીતસાગર રોડ વિસ્તારના 70 વર્ષના વૃદ્ધા, પટેલ કોલોની રોડ 1/2 વિસ્તારમાં રહેતા 68 વર્ષના વૃદ્ધ અને ખોડિયાર કોલોનીમાં રહેતા 55 વર્ષના પ્રૌઢનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ધ્રોલ ગામમાં નગર શેરી વિસ્તારમાં રહેતા 52 વર્ષના પ્રૌઢનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અહેવાલ સાગર પટેલ .જામનગર