જામનગર : જામનગરમાં જિલ્લા જેલમાં કેદીઓને પાનમસાલા સહિત સુવિધાઅર્થે લાંચની માંગણી કરાતી હોવાની માહિતીના આધારે એસીબીએ છટકુ ગોઠવીને જેલ સહાયક લોકરક્ષકના કહેવાથી બે હજારની લાંચ લેતા વચેટિયા અને જેલ કર્મચારીને ટ્રેપમાં પકડી પાડયા હતા. અંબર સર્કલ વિસ્તારમાં પાનની દુકાને છટકામાં વધુ એક સરકારી કર્મી. રંગેહાથ ઝડપાયા છે.
જામનગરની એસીબી ટીમને જિલ્લા જેલમાં રહેલા કાચા-પાકા કામના કેદીઓને પાન-મસાલા અને અન્ય સુવિધા માટે જેલકર્મીઓ દ્વારા તેના સંબંધી પાસેથી એક હજારથી પાંચ હજાર સુધીની લાંચની માંગ કરાતી હોવાની માહિતીના આધારે એસીબીએ જાગૃત નાગરીકનો સહકાર મેળવી અંબર સર્કલ પાસે પાનની દુકાન સામે છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં એસીબીની ટીમે ડીકોયના સહકારથી લાંચના છટકામાં જિલ્લા જેલના જેલસહાયક લોક રક્ષક સિધ્ધરાજસિંહ ગંભીરસિંહ જાડેજા વતી રૂ.બે હજારની લાંચ સ્વિકારતા પ્રજાજન દુષ્યંતસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત બંનેને રંગેહાથ પકડી પાડયા હતા. જે બંનેની અટકાયત કરી એસીબીએ પુછપરછ સાથે ફરીયાદની તજવિજ હાથ ધરી છે.
અહેવાલ: સાગર પટેલ ,ન્યૂઝ અપડેટ,જામનગર