જૂનાગઢ. જૂનાગઢના સુદામા પાર્કમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના સત્સંગ હોલમાં ગુરૂવાર રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી હતીં. જેમાં સત્સંગ હોલ અને તેમાં આવેલ મંદિરને નુકસાન થયું છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. મંદિરમાં આગની ઘટનાને લઇને કેટલાક લોકો પણ દોડી આવ્યા હતાં.