ભરૂચ જિલ્લામાં પહેલા 70 દિવસમાં કોરોનાના માત્ર 100 કેસ હતા, પછીના 31 દિવસમાં કેસની સંખ્યા 6 ગણી વધીને 607 થઇ

0
303

ભરૂચ જિલ્લામાં જુલાઇ મહિનાના 17 દિવસમાં જ કોરોના વાઈરસના 389 કેસ નોંધાયા

ભરૂચ. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, આમોદ, હાંસોટ, વાગરા, ઝઘડિયા, નેત્રંગ અને વાલિયા સહિતના પંથકમાં કોરોના વાઈરસ છેલ્લા એક મહિનાથી કહેર મચાવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં 8 એપ્રિલથી 16 જૂન સુધીના 70 દિવસમાં કોરોના વાઈરસના માત્ર 100 પોઝિટિવ કેસ નોંધાયા હતા, પરંતુ 17 જૂનથી 17 જુલાઇ સુધીના 31 દિવસમાં કોરોના વાઈરસના કેસમાં 500થી વધુ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે અને કેસમાં 6 ગણો વધારો નોંધાયો છે અને પોઝિટિવ કેસની કુલ સંખ્યા 607 ઉપર પહોંચી ગઇ છે.

ભરૂચમાં અનલોક-1 અને અનલોક-2માં કોરોનાના કેસો વધ્યા
ભરૂચ જિલ્લામાં લોકડાઉન સુધી કોરોના વાઈરસ કંટ્રોલમાં હતો. પરંતુ લોકડાઉન ખુલ્યા પછી અનલોક-1 અને અનલોક-2માં ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 50 ટકા જેટલા લોકો તો વડોદરા અને સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ભરૂચમાં 8 એપ્રિલે કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો હતો. 16 જૂન સુધીમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 100 ઉપર પહોંચી ગઇ હતી. 27 જૂને કુલ 200 કેસ, 5 જુલાઇએ કુલ 300 કેસ, 9 જુલાઇએ કુલ 400 કેસ, 14 જુલાઇએ કુલ 500 કેસ અને આજે 17 જુલાઇએ કોરોનાના કેસની સંખ્યા 600ને પાર થઇ ગઇ છે. 

છેલ્લા 3 દિવસમાં કોરોનાના 100 કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોનાના કહેર ખુબ ઝડપથી વધી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના 100 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચ અને અંકલેશ્વરમાં કોરોનાના કેસ સૌથી વધુ સામે આવ્યા છે. જોકે ભરૂચ જિલ્લાના નાના સેન્ટરોમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને પગલે ભરૂચ, હાંસોટ અને વાગરા પથંકમાં વેપારીઓ બપોર બાદ સ્વયંભૂ દુકાનો બંધ રાખી રહ્યા છે.

ભરૂચમાં કઇ તારીખ સુધીમાં કેટલા કેસ નોંધાયા હતા
તારીખ    કેસની સંખ્યા

8 એપ્રિલ    1
16 જૂન     100
27 જૂન     200
5 જુલાઇ     300
9 જુલાઇ     400
14 જુલાઇ     500
17 જુલાઇ     607

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here