- કુલ 343 પોઝિટિવ કેસમાંથી અત્યારે 161 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
- કોરોનાના એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું
નવસારી. માં કોરોના બોમ્બ ફૂટ્યો છે. નવસારી શહેર અને જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના પોઝિટિવના 31 કેસ સામે આવ્યાં છે. જેથી કોરોના પોઝિટિવનો આંકડો વધીને 343 થઈ ગયો છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓમાં વાંસદાના મામલતદારના પત્ની અને નવસારી નગર પાલિકાના ચીફ ઓફિસર સહિત 31 દર્દીઓ નોંધાયા છે. જેમને સારવાર અર્થએ કોવિડ-19 હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. કોરોના દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે તે વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
161 દર્દીઓ સારવાર હેઠળ
નવસારીમાં કોરોના કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. આજે વાંસદાના મામલતદારના પત્ની આશાબેન શાહ, નવસારી પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ સહિતના 31 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. જેથી કુલ 343 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેમાંથી 163 લોકોએ કોરોનાને મ્હાત આપીછે જ્યારે જ્યારે 161 લોકો કોવિડ -19 હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે.