ગોંડલ ની આરટીઆઇ મા ખુલાસો રાજકોટ જિલ્લા મા 910 ખાનગી સ્કૂલ જ્યારે સરકારી સ્કૂલ માત્ર 43

0
433

ગોંડલ ના આરટીઆઇ એક્ટિવિસ્ટ કુલદીપસિંહ જનકસિંહ જાડેજા(કાલમેઘડા) દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ને વિવિધ મુદા મા માહિતી માંગવામાં આવેલ. જેમાં ખુલાસો થવા પામેલ કે રાજકોટ જિલ્લા મા 910 ખાનગી સ્કૂલો આવેલ છે જ્યારે સરકારી સ્કૂલો માત્ર 43 આવેલ છે. આ બાબત દ્વારા ચોક્કસ અંદાજ લગાવી શકાય કે સરકાર ખાનગી સ્કૂલો ને કેટલું પ્રોત્સાહન આપે છે જ્યારે સરકારી સ્કૂલો એક વર્ષ મા માત્ર પાંચ નવી શરૂ કરવામાં આવેલ. અન્ય માહિતી મા જણાવ્યું કે કોઈ પણ સ્કૂલ વિધાર્થીઓ ના શાળા પ્રવેશ માટે વિધાર્થી કે વાલીઓ ના મૌખિક કે લેખિત ઇન્ટરવ્યુ લઈ શકશે નહીં તેમજ કોઈ પણ પ્રકાર નું ડોનેશન કે વિકાસ ફી માંગી શકશે નહીં. આમ ઉપરોક્ત માહિતી દ્વારા વાલીઓ તેમજ વિધાર્થીઓ ને ઘણો જ ફાયદો થશે અને ખાનગી સ્કૂલો દ્વારા થતી ઉઘાડી લૂંટ રોકવામાં સફળતા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here