ગુંદાળા રોડ પર આવેલ રોયલપાર્ક જીઆઇડીસી વિસ્તારમાં આવેલ બ્રુસેલ બાયોટેક કેમીકલ ફેકટરી દ્વારા વેસ્ટ કેમીકલ નો નિયમોનુસાર નિકાલ કરવાં ને બદલે ફેક્ટરી નાં માલીક દ્વારા “સબ ભુમી ગોપાલ કી” વાળી કરી નજીક આવેલ ભૂગર્ભ ની ગટર માં ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા ઠલવાતું હોય ઉપરાંત આસપાસ ની ખુલ્લી જમીન માં કેમીકલ નખાતું હોય દુર્ગંધ સાથે પ્રદુષણ ફેલાતાં ગોંડલ નગરપાલિકા દ્વારા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી ગોંડલ નગરપાલીકા કર્મચારી નરેન્દ્રસિંહ જાડેજા તથાં સેનિટેશન વિભાગ નાં રવિભાઇ જોશી એ કેમીકલ ઠાલવી રહેલાં ટ્રેક્ટર નાં ડ્રાઇવર રમણીકભાઇ મકવાણા તથાં બ્રુસેલ બાયોટેક કેમીકલ નાં રિમલભાઇ પડારીયા ને પાંચ પાંચ હજાર નો દંડ ફટકાર્યો હતો કેમીકલ ફેકટરી દ્વારા વેસ્ટ કેમીકલ નો આડેધડ નિકાલ કરી સરાજાહેર પ્રદુષણ ફેલાવાયા ની ફરીયાદો ઉઠવાં સાથે ઉચ્ચ કક્ષાએ રજુઆત થનાર હોવાનુ જાણવા મળે છે