કોરોનાથી મૃત્યુના સરકારી આંકડા અને વિવિધ સ્મશાનમાં અંતિમવિધિના આંકડા વચ્ચે 4 ગણું અંતર
અમદાવાદ. મ્યુનિસિપિલ કોર્પોરેશન શહેરમાં 13 દિવસથી કોરોનાથી થયેલા મોતના આંકડા માત્ર 79 હોવાનો દાવો કરે છે. પરંતુ લોકો પાસે ફરતી શહેરના વિવિધ સ્મશાનની યાદી આ 13 દિવસમાં 329 મોત થયાનું બતાવે છે. આમ મૃત્યુઆંક ઓછો બતાવવાની પોલંપોલ ચાલતી હોવાની ચર્ચા છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો 1 જુલાઈએ મ્યુનિ.એ 8 મોત બતાવ્યા હતા પણ વિવિધ સ્મશાનમાં 27 લોકોની અંતિમવિધિ થઈ હતી. એ જ રીતે 4થી 13 જુલાઈમાં મ્યુનિ.ના આંકડામાં મૃતકો એક અંકમાં જ રહ્યા છે જ્યારે સ્મશાનની યાદી એક પણ દિવસ 18થી નીચે ગઈ નથી. આમ મ્યુનિ.ના આંકડા અને સ્મશાનની યાદી વચ્ચે 2થી માંડી 10 ગણો તફાવત જોવા મળે છે.
વિવિધ સ્મશાનોમાંથી મળેલા કોરોનાના દર્દીઓની અંતિમવિધિના આંકડા ‘ભાસ્કર’એ મ્યુનિ.ના અધિકારીને મોકલ્યા હતા પરંતુ તેમણે આ આંકડાને શંકાસ્પદ ગણાવ્યા હતા. પરંતુ સત્તાવાર આંકડા આપવાનો સ્પષ્ટ પણે ઇન્કાર કરી દીધો હતો.
12 જુલાઈએ મ્યુનિ.એ માત્ર 4 મોત બતાવ્યા, રંતુ સ્મશાનોમાં 40ની અંતિમવિધિ થઈ
તારીખ | એલિસબ્રિજ | વાસણા | સાબરમતી | વાડજ | દૂધેશ્વર | જમાલપુર | ખોખરા | ચામુંડા | નરોડા | થલતેજ | વેજલપુર | ઠક્કરનગર | કુલ | સત્તાવાર આંકડા |
01 જુલાઈ | 7 | 0 | 2 | 2 | 1 | 2 | 0 | 3 | 1 | 6 | 0 | 3 | 27 | 8 |
02 જુલાઈ | 6 | 0 | 1 | 1 | 1 | 4 | 0 | 5 | 0 | 1 | 0 | 1 | 20 | 7 |
03 જુલાઈ | 7 | 0 | 0 | 3 | 0 | 0 | 0 | 5 | 0 | 5 | 0 | 1 | 21 | 10 |
04 જુલાઈ | 9 | 0 | 0 | 3 | 4 | 1 | 0 | 7 | 0 | 5 | 0 | 1 | 30 | 9 |
05 જુલાઈ | 9 | 0 | 0 | 6 | 1 | 1 | 0 | 6 | 0 | 1 | 0 | 2 | 26 | 8 |
06 જુલાઈ | 5 | 1 | 1 | 2 | 1 | 2 | 0 | 8 | 0 | 3 | 0 | 3 | 26 | 7 |
07 જુલાઈ | 2 | 0 | 0 | 3 | 4 | 0 | 0 | 4 | 0 | 4 | 0 | 1 | 18 | 4 |
08 જુલાઈ | 5 | 0 | 2 | 6 | 2 | 2 | 0 | 2 | 0 | 5 | 0 | 1 | 25 | 5 |
09 જુલાઈ | 5 | 0 | 1 | 4 | 3 | 1 | 0 | 5 | 1 | 6 | 0 | 2 | 28 | 5 |
10 જુલાઈ | 2 | 0 | 2 | 5 | 1 | 2 | 0 | 3 | 0 | 3 | 0 | 2 | 20 | 5 |
11 જુલાઈ | 5 | 0 | 0 | 2 | 2 | 4 | 0 | 7 | 1 | 6 | 0 | 1 | 28 | 4 |
12 જુલાઈ | 10 | 0 | 3 | 1 | 0 | 4 | 0 | 11 | 2 | 9 | 0 | 0 | 40 | 4 |
13 જુલાઈ | 8 | 1 | 2 | 2 | 0 | 2 | 0 | 2 | 0 | 3 | 0 | 0 | 20 | 3 |
ધુ 5 મોત, નવા 166 કેસ નોંધાયા
શહેરમાં આજે વધારે 166 લોકો કોરોના સંક્રમિત થયા છે ત્યારે શહેરમાં કોરોનાથી સંક્રમિતની કુલ સંખ્યા 23701 પર પહોંચી છે જ્યારે શહેરમાં આજે વધુ 5 લોકોના કોરોનાને કરણે મૃત્યુ નિપજ્યા છે આ સાથે શહેરમાં કુલ મૃતકોની સંખ્યા 1536 પર પહોંચ્યો છે. નોંધનીય છેકે, શહેરમાં છેલ્લા બે દિવસથી મૃતકોની સંખ્યા 5 જેટલી નીચી આવી રહી છે.
નવા 10 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં
મ્યુનિ.એ શહેરના 10 નવા વિસ્તારનો માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મૂકી 18ને મુક્તિ આપી છે. હવે શહેરમાં કુલ 206 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટમાં છે.
- ગોપી પાર્ક સોસાયટી, સૈજપુર
- સત્યમેવ વિસ્તાર, ગોતા
- ઘનુર્ઘર શિલ્પ વિલા, ઘાટલોડિયા
- મહાલયા બંગલોઝ, ગોતા
- શિવ શક્તિ ફ્લેટ, ચાંદલોડિયા
- સ્વસ્તિક સોસાયટી, વિરાટનગર
- પરિમલ રેસીડન્સી, નિકોલ
- નંદનવન – 1, જોધપુર
- આરોહી હોમ્સ, સાઉથ બોપલ
- સફલ પરીસર-2, સાઉથ બોપલ