વધુ 3 દર્દીના મોત, પોઝિટિવ કેસનો કુલ આંક 3447 ઉપર પહોંચ્યો, કુલ 2627 દર્દી રિકવર થયા

0
327

વડોદરા. વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં 2 મહિલા દર્દી અને ખાનગી હોસ્પિટલમાં એક પુરૂષ દર્દી મળીને કુલ 3 દર્દીના કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે મૃત્યુ થયા છે. જેમની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.

કોરોનાની સારવાર દરમિયાન વધુ 3 દર્દીના મોત
-હરણી રોડ વિસ્તારની 70 વર્ષીય વૃદ્ધ મહિલા દર્દીનું સયાજી હોસ્પિટલમાં મોત
-વારસીયા વિસ્તારની 45 વર્ષીય મહિલા દર્દીનું સયાજી હોસ્પિટલમાં મોત
-હરણી વિસ્તારમાં 75 વર્ષના વૃદ્ધ પુરૂષ દર્દીનું ખાનગી હોસ્પિટલમાં મોત

વડોદરાની વધુ 96 સોસાયટી રેડ ઝોનમાંથી મુક્ત 
વડોદરા શહેરમાં કોરોના વાઈરસના સંક્રમણને પગલે રેડ ઝોનમાં મુકવામાં આવેલી ઉત્તર અને દક્ષિણ ઝોનની 96 સોસાયટીમાં 18 એપ્રિલથી 17 જુલાઇ સુધી એકપણ કેસ ન નોંધાયો નથી. જેને પગલે આ તમામ 96 સોસાયટીઓને રેડ ઝોનમાંથી મુક્ત કરીને ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવી છે. 

વડોદરામાં કોરોનાના કેસનો કુલ આંક 3447 થયો
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસનો કુલ આંક 3447 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2627 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 760 એક્ટિવ કેસ છે, જે પૈકી 125 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 597 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારમાં શુક્રવારે પોઝિટિવ કેસો નોંધાયા
શહેરી વિસ્તાર :-સમા, નિઝામપુરા, વાઘોડિયા રોડ, અકોટા, તરસાલી, દંતેશ્વર, છાણી, તાંદલજા, ગોત્રી, આજવા રોડ, ફતેગંજ,  હાથીખાના, આઇ.પી.સી.એલ. રોડ, કારેલીબાગ, માંજલપુર, નવાયાર્ડ 
વડોદરા ગ્રામ્યઃ-  પાદરા, વડુ, કરજણ, ડભોઇ, સાવલી, તલસર, કરોડિયા, વાઘોડિયા, ખટંબા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here