ગીર ગઢડા તાલુકાના આગેવાનો અને તમાંમ ગ્રામ પંચાયત દ્વારા આર.ટી.આઈ કાયદાનાં થતાં દુર ઉપયોગ બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

0
292

ગીર ગઢડા તાલુકાના આગેવાનો તથા તમાંમ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા રજુઆત કરવામાં આવી કે થોડા સમયથી ધણાં લોકો દ્વારા આર.ટી.આઈ કાયદાનો દુર ઉપયોગ કરી વિશાળ પ્રમાણમાં બીન જરૂરી માહિતી માંગી વહિવટી તંત્રના રોજબરોજ નાં કામોમાં અવરોધ બને છે. અને બી.પી.એલ. કાર્ડ ની કોઈ ચોક્કસ સ્પષ્ટતા થયેલ ન હોવાથી તેનો દુરઉપયોગ થાય છે બી.પી.એલ માટે સરકાર શ્રી દ્વારા 0 થી 16 માં માન્યતા યાદીમાં નામ ધરાવતા હોવાને બી.પી.એલ ગણવા કે અનાજ વિતરણ માટે બી.પી.એલ કાર્ડ ધરાવતા હોવાને બી.પી.એલ ગણવા કે કેમ તે બાબતે સ્પષ્ટ માર્ગદર્શન થાય તે જરૂરી છે તેમજ જેને લાગું ન હોવાં છતાં વારંવાર ખોટી રીતે માહિતી માંગવામાં આવે છે. જેથી તમામ આગેવાનો અને સરપંચો દ્વારા ગીર ગઢડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું.

અહેવાલ. હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here