
ચોમાસા ના પ્રારંભે 50 % જેટલો વરસાદ વરસી ગયો છે નાધેર પંથકમાં સમય સર વરસાદ થી અત્યારે લિલી નાધેર લીલીછમ સોળે કળા થી ખીલી ઉઠી છે નાધેર પંથક માં મોટા ભાગમાં ભીમ અગિયારસ ની આસપાસ વાવેતર થયું હતું જુલાઈ મહિનામાં વરસાદ નો બીજો રાવુંન્ડ સમય સર આવી જતા હાલ મોલત ખૂબ સારી છે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મોસમનો 50 થી 55.% જેટલો વરસાદ વરસી ગયો છે ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સમયસર સાર્વત્રિક વરસાદથી જમીનમાં વિવિધ પ્રકારના પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર પુર્ણ કરવામાં આવ્યું છે
ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકોની સરખામણીમાં સૌથી વધુ મગફળી સોયાબીન નું વાવેતર થયું છે
ગીર સોમનાથ જિલ્લામાં આગામી વાવેતર કરવામાં આવ્યું હતું જેથી સર્વત્ર વરસાદ થતાં હાલ ખેડૂતોના ખેતરમાં મોલાત ખુબ જ સારી છે વાવણી કર્યા બાદ સમયસર વરસાદ થતાં ધરતીપુત્રો ખુશખુશાલ છે ત્યારે વરાપ થતાં ખેડૂતો દ્વારા જરુરીયાત નિંદામણ દવા છંટકાવ વગેરે ખેતરમાં કામકાજ માટે ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે
ખેતી લાયક પુરતા વરસાદ સાથે ગીર પંથકમાં રાવલ ડેમ, મચ્છુન્દ્રી ડેમ, શિંગોડા ડેમ 80 થી 90 % ભરાઈ ગયા છે જેથી કરીને ખેડૂતો ને આખા વર્ષ દરમિયાન પિયત માટે પાણી ની સમસ્યા હલ થઈ ગઈ છે
આમ ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની પ્રારંભે જ પાક પાણી નું ચિત્ર ઉજળું દેખાઈ રહ્યું છે.
અહેવાલ . હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ