ગુજરાતમાં સૌ પ્રથમ સેટેલાઈટ ઇમેજથી જુગારની રેડ, મહિલા અધિકારી ટાસ્ક સોંપાયો હતો, મેપ દ્વારા સુરતની ટીમને માહિતી અપાતી

0
295
  • લોકડાઉન પહેલા જ મહિલા અધિકારી વેશ પલટો કરી જુગારની જગ્યા સુધી પહોંચ્યા હતા
  • આખો વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન હોવા છતાં જુગાર ચાલતો, 20 હજારથી એન્ટ્રી મળતી હતી

ગાંધીનગર. સુરતમાં થયેલી જુગારની રેડમાં કેટલાય મોટા માથા સંડોવાયેલા હોઈ શકે છે પણ કોઈ જુગારધામ પર રેડ કરવા માટે પોલીસ દ્વારા સૌ પ્રથમવાર સેટેલાઈટ ઇમેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં મહિલા અધિકારી દરેક મીટરની માહિતી તેમની ટીમ સુરતને આપતા હતા. બીજી તરફ આ જુગરધામ લોકડાઉન પહેલા ચાલુ હતું જે માટે મહિલા અધિકારી વેશ પલટો કરીને જુગારની ગતિવિધિ જોઈ આવ્યા હતાં. કન્ટેઈનમેન્ટ ઝોનના કારણે રેડ કરવામાં સમય લાગ્યો હતો. આખરે આ રેડ થઈ ત્યારે આરોપી આસીફ ગાંડો નજીકમાંથી સરકી ગયો હોવાનું પણ જાણવા મળે છે.

આ રેડ માટે એક મહિલા અધિકારીને ટાસ્ક સોંપવામાં આવ્યો હતો
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન પાસે આસીફ ગાંડાના જુગરધામ પર રેડ કરવામાં આવી હતી. આ રેડની પાછળ પણ એક વાત સામે આવી રહી છે. આ રેડ માટે એક મહિલા અધિકારીને ટાસ્ક સોંપવામાં આવ્યો હતો. જે લોકડાઉનના થોડા દિવસ પહેલા સુરત જાતે જઈને વેશ પલટો કરી જુગારધામ સુધી પહોંચ્યા હતા પણ ત્યાં એકાદ બે સ્ટાફથી રેડ થાય તેમ ન હતી. જેથી એમને પોતાની ટીમ તૈયાર કરી અને સિક્રેટ ઓપરેશન રાખ્યું હતું.

વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવવાથી રેડ રદ કરવામાં આવી હતી
લોકડાઉન થતા આ જુગરધામ કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવી ગયું હતું. જેથી રેડ રદ કરવામાં આવી હતી. પણ જુગરધામ ચાલુ જ હતું. જ્યાં રેડ થઈ ત્યાંથી પોલીસ સ્ટેશન માત્ર 520 મીટર દૂર છે અને જુગારીઓને ત્યાં થઈને જ જવું પડતું હતું તેમ છતાં જુગાર ચાલતો હતો. જુગારધામ પકડવા માટે ગાંધીનગરથી મહિલા અધિકારી સેટેલાઈટ મેપ દ્વારા ટીમને માહિતી આપતા હતા. બીજીતરફ આ જગ્યાથી બીજા મકાનમાં દર કલાકે ટોકન કેસ થતા હતા, જ્યાં આસીફ ગાંડો બેસતો હતો. પણ રેડ થતા બીજા મકાનમાંથી તે ફરાર થઈ ગયો હતો. દરેક માળ પર રૂપિયા પ્રમાણે ખેલીઓ હતા. 20 હજારથી એન્ટ્રી મળતી જ્યારે દર કલાકે બેગ ભરીને રૂપિયા બીજી જગ્યાએ જતા હતા. 1400 વરલી મટકાની તો બુક મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here