ગોંડલ જામવાડી જીઆઇડીસીમાં યુવાનો પર છ શખ્સોનો જીવલેણ હુમલો

0
287

એન્કર :- ઔદ્યોગિક વસાહત જામવાડી જીઆઇડીસીમાં બાઇક પર જઇ રહેલો યુવાન ભેંસ સાથે અથડાતા જેના સમાધાન માટે છ શખ્સોએ યુવાનના પિતા સહિતનાઓ ને બોલાવી બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

જામવાડી જીઆઇડીસી માં વિવેક સુનિલભાઈ નામનો યુવાન કારખાને ચા દેવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ભેંસો સાથે અથડાતા કરસન ધીરુભાઈ માલાણી, ગોકળ લાખાભાઈ માલાણી, રાજુ આલસૂરભાઈ નાકરાણી, નકુ વાઘાભાઈ નાકરાણી તેમજ બે અજાણ્યા શખ્સોએ વિવેક ના પિતા સુનિલભાઈ તેમજ જામવાડી ગામે રહેતા ગીરીશભાઈ ચંદુભાઇ ઠુંમરને સમાધાન માટે બોલાવ્યા હતા બાદમાં લાકડી પાઈપ અને ધારિયા વડે જીવલેણ હુમલો કરતાં ગીરીશભાઈ તેમજ સુનિલભાઈને ગંભીર ઈજા થતા સારવાર માટે ગોંડલ ની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખસેડાયા હતા આ ઘટના અંગે પોલીસે ipc કલમ 143 144 147 148 149 326 324 323 325 તથા જી.પી.એફ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ આર કે ચાવડા એ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here