
ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામના ખેડૂતોના ખેતરમાં ઉપરના ગામોમાંથી ભાયાવદર થી વર્ષોથી ચોમાસામાં વરસાદી પાણીથી ખેડૂતોના દરેક વર્ષે નુકસાન થાય છે જેના લીધે ઉભો પાક નિષ્ફળ જાય છે અને કિંમતી જમીનનું ધોવાણ થાય છે ચોમાસામાં આ પાણી આવ્યા પછી ચાર ચાર મહિના ખેડૂતો પોતાના ખેતર સુધી કોઈ પણ મજુર ખાતર ટ્રેકટર ગાડા બળદ કે પોતે પણ ખેડૂતો પણ જઇ શકતા નથી ખેડૂતોને જવું હોય તો જીવના જોખમે ગોઠણડૂબ પાણીમાં ચાલીને જવું પડે છે જે પાણીમાં ઝેરી જીવજંતુ પણ મોટા જનાવરો પણ હોય છે તો તે દરમિયાન કેટલા ગામ ભાયાવદર માં રેસનું પાણી ફુટી જાય તો ખેડૂતને શિયાળામાં પણ બે મહિના સુધી એજ હાલતમાં રહેવું પડે છે અને શિયાળુ વાવેતર પણ મોડું થાય છે અમુક ક્ષેત્રોમાં તો આખું ચોમાસું પાણી રહેવાથી ચાર-પાંચ મહિના સુધી કોઈ પણ આવક થતી નથી કેમકે ચોમાસું વાવેતર પાણીના ભરાવાથી બળી જાય છે આ પાણીના કારણે અમારા ગામના 273 જેટલા ખેડૂતો જેની જમીન અંદાજે ૨૭ જેટલા વીઘા પ્રભાવિત હશે આ ખેડૂતો પોતાનો જીવન રોજગાર ખેતીના આધારિત છે મધ્યમ ગરીબ વર્ગના ખેડૂતોને આર્થિક સ્થિતિ ખરાબ થાય છે કેમ કે ખેતરોમાં પાણી ભરાયા છે કોઇની તાકાત નથી અને નિકાલ હોય તો પણ ઉપરના ગામ ગામનું રેસનું પાણી શિયાળામાં પણ ચાલુ રહે છે જો આ પાણીને આવીને ભાયાવદર ગામ માંથી જ મોજ ડેમ અથવા કોલકી ગામ બાજુ નિકાસ કરવામાં આવે તો આ પાણી યોગ્ય રીતે સાચવી શકાય આ પાણી ખેડૂતોને નુકસાન કરતું પણ બંધ થશે અને ખેડૂતોને સારું ઉત્પાદન કરી પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકશે અને પોતાના સપના પુરા કરી શકે તો મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોનો આ વાત સરકાર ગંભીર સમસ્યાને યોજના આવો તેવી ખેડૂતો એ આશા રાખી છે
અહેવાલ :-કાનભાઈ સુવા, ઉપલેટા