સુરત શહેરની સાથે જિલ્લામાં પણ અનલોક-2માં 17 દિવસમાં બે ગણા વધારા સાથે આંક 1594

0
388
  • સુરત જિલ્લામાં મોતમાં પણ બે ગણા વધારા સાથે મૃત્યુઆંક 54 થયો
  • સુરત જિલ્લામાં રિકવરીમાં બે ગણા વધારા સાથે રિકવરી આંક 867

સુરત. શહેરની સાથે જિલ્લાના તાલુકાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનલોક-2ના 17 દિવસમાં બે ગણા વધારા સાથે કોરોના પોઝિટિવ કેસનો આંક 1594 પર પહોંચી ગયો છે. સુરત શહેરની નજીકમાં આવેલા તાલુકાઓમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મૃત્યુઆંક 54 અને રિકવર થનાર દર્દીઓની સંખ્યા 867
શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 9701 પર પહોંચી ગયો છે. શહેરમાં કુલ 8107 અને જિલ્લામાં કુલ 1594 લોકો અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. આ સાથે શહેર જિલ્લામાં મૃત્યુઆંક 416 થયો છે. શહેરમાં કુલ 362 અને જિલ્લામાં 54 મોત થયા છે. રિકવર થનાર દર્દીઓની સંખ્યા 6115 પર પહોંચી ગઈ છે. જેમાં સુરતમાં કુલ 5248 અને જિલ્લામાં 867 રિકવર થયા છે.

સુરત જિલ્લાના તાલુકામાં નોંધાયેલા કેસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here