રાજ્યમાં 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ જુનાગઢના કેશોદ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

0
302
  • દાહોદ, તાપી, જુનાગઢ, સાબરકાંઠા, ડાંગ સહિતમાં મેઘ મહેર જોવા મળી હતી
  • અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા ઉકળાટનો માહોલ સર્જાયો હતો

અમદાવાદ. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘ મહેર યથાવત્ છે. અત્યારસુધીમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 74 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં 5 તાલુકામાં સૌથી વધુ અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઈકાલે સૌથી વધુ જુનાગઢના કેશોદ તાલુકામાં 1 ઈંચની આસપાસ વરસાદ પડ્યો છે. ત્યારબાદ દાહોદ, તાપી, જુનાગઢ, સાબરકાંઠા, ડાંગ સહિતમાં મેઘ મહેર જોવા મળી હતી. અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડતા ઉકળાટનો માહોલ સર્જાયો હતો.

ગઈકાલે 24 કલાકમાં 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો

જિલ્લોતાલુકોવરસાદ(MM)
જુનાગઢકેશોદ42
દાહોદસાંજલી34
તાપીવ્યારા28
દાહોદગરબાડા20
દાહોદદાહોદ16
જુનાગઢમાણાવદર13
સાબરકાંઠાપોસીના12
ભરૂચહાંસોટ12
ડાંગવાઘાઈ12
જુનાગઢવંથાલી11

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here