પાયલટ અતિ ઉત્સાહિત, 6 મહિનાથી ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા હતા, 11 જૂને પાર્ટીને તોડવાના હતા

0
298
  • 11 જૂનની રાતે 2 વાગ્યે દૌસથી તેમના સમર્થક ધારાસભ્યોને ગુડગાંવ લઈ જવાની તૈયારી કરી હતી
  • CM ગેહલોતે કહ્યું- ઓડિયો ટેપ ખોટી નીકળશે તો રાજકારણ છોડી દઈશ

જયપુર. રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંગ્રામમાં એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી રહ્યા છે. CM અશોક ગેહલોતે શુક્રવારે સચિન પાયલટ પર ફરી નિશાન સાધ્યું હતું. પાયલટને અતિ મહત્વાકાંક્ષી કહેતા ગેહલોતે કહ્યું કે, તે 6 મહિનાથી ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તેમના સાથીઓએ ના પાડી દીધી. પછી તેમણે સાથીઓને કહ્યું કે, તે ભાજપમાં નહીં જાય અને ત્રીજો મોરચો બનાવશે. ત્યારપછી ભાજપના સમર્થનથી સરકાર ચલાવશે.તેમણે કહ્યું કે, 11 જૂને પાયલટના પિતા રાજેશ પાયલટની પુણ્યતિથિ હતી. એ દિવસે તેમની યોજના હતી કે દૌસાથી રાતે 2 વાગ્યે ધારાસભ્યોને લઈને ગુડગામ રવાના થઈ જાય.પરંતુ છેલ્લી ઘડીએ અમે તેમની યોજના પર પાણી ફેરવી દીધું. પણ તેમને ફરીથી એ જ રમત શરૂ કરી દીધી.ગેહલોતે કહ્યું- પાયલટ પર આ આરોપ હું નથી લગાવી રહ્યો, પણ તેમનો સાથ છોડી ચુકેલા સાથીઓએ મને જણાવ્યું છે. વાઈરલ ઓડિયો ટેપની વાસ્તવિકતાના દાવા અંગે ગેહલોતે કહ્યું કે, જો ટેપ ખોટી હશે તો હું રાજકારણ છોડી દઈશ.

ભાજપ હોર્સ ટ્રેડિંગ બંધ કરે, 25-35 કરોડ.. 10 કરોડ એડવાન્સ, આ શું છે 
ગેહલોતે કહ્યું કે, ભાજપને હોર્સ ટ્રેડિંગ બંધ કરવું જોઈએ. તેમની બદનામી થઈ રહી છે. 25-35 કરોડ રૂપિયા અને 10-10 કરોડ એડવાન્સમાં આ શું થઈ રહ્યું છે? આ તેમના પોતાના લોકો કહી રહ્યા છે. ઓડિયો ટેપ આવી રહી છે, તેમ છતા મીડિયાના હોઠ સિવાયેલા છે.

‘પાયલટને બહુ સહન કર્યા, આ ઉંમરે આટલી ઉત્સુકતા ઠીક નથી’
ગેહલોત સરકારમાં સન્માન ન મળવાની પાયલટની ફરિયાદ અંગે સીએમે કહ્યું કે, જે લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે, તેમની ફરિયાદની કોઈ કિંમત નથી. અમે બહુ સહન કરી લીધા. આ ઉંમરમાં આટલી મહત્વાકાંક્ષા ઠીક નથી.

વસુંધરા સાથેના જોડાણ અંગે કહ્યું- બંગલો આપવામાં પ્રાથમિકતા આપવી ખોટું નથી 
ગેહલોતે પૂર્વ સીએમ વસુંધરા સાથેના જોડાણના સવાલો અંગે કહ્યું કે, પૂર્વ સીએમ કેન્દ્રમાં મંત્રી રહી ચુકેલા અને પાંચ વખત સાંસદ રહી ચુકેલા વ્યક્તિને રાજ્યમાં બંગલો આપવામાં પ્રાથમિકતા આપવાની પરંપરા છે. આ કરવું ખોટું નથી.

ભાજપના ધારાસભ્ય કૈલાશ મેઘવાલે કહ્યું- વિપક્ષ પાર્ટી સાથે મળીને સરકાર પાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે 
રાજકીય ખેંચતાણ વચ્ચે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ તથા ભાજપ ધારાસભ્ય કૈલાશ મેઘવાલે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે સીએમ એશોક ગેહલોતનું સમર્થન કરતા કહ્યું કે, રપાજ્યમાં ગેહલોત સરકારને પાડવાના પ્રયાસ થઈ રહ્યા છે. જે પ્રકારે રાજ્યમાં છેલ્લા બે મહિનામાં સરકાર પાડવાનો માહોલ બન્યો છે, હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે, આરોપ-પ્રત્યારોપ લગાવાઈ રહ્યા છે. તે એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપ ક્યારેય આવા લોકોની મદદ નહીં કરે. રાજસ્થાનમાં આઝાદી પછી ઘણી વખત સરકાર બદલાઈ છે. વિધાનસભાની અંદર પક્ષ-વિપક્ષ વચ્ચે ઘણી વખત વિખવાદ પણ થયા છે, પરંતુ સત્તાધારી પાર્ટીઓ વિપક્ષ પાર્ટી સાથે મળીને સરકાર પાડવાનું કાવતરુ આજે થઈ રહ્યું છે એવું પહેલા ક્યારેય નથી બન્યુ.

મેઘવાલે કોંગ્રેસ ધારાસભ્ય ભંવર લાલ શર્મા પર પણ ખુલીને આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ભંવર લાલ શર્મા પહેલા ભૈરો સિંહ શેખાવતની સરકારમાં રહ્યા અને તેમણે પોતાની જ સરકારને પાડવાના ઘણી વખત પ્રયાસ કર્યા હતા. એ વખતે ધારાસભ્યોને પૈસા આપવામાં આવ્યા અને ધારાસભ્યોએ ભૈરો સિંહને આ પૈસા આપીને આખી વાત કહી. આ પહેલા ભાજપના સહયોગી હનુમાન બેનીવાલ પણ પૂર્વ સીએમ વસુંધરા રાજે પર ગેહલોત સરકારની મદદ કરવાનો આરોપ લગાવી ચુક્યા છે.