ગોંડલ તાલુકા પોલીસે બાતમીના આધારે મોવિયા ગોવિંદ નગર માં રહેણાંક મકાન ઉપર દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી
તાલુકા પોલીસના કોન્સ્ટેબલ પ્રફુલભાઈ પરમાર દિલીપભાઈ ખાચર પૃથ્વીરાજ સિંહ ગોહિલ સહિતનાઓએ બાતમીના આધારે મોવિયા ગોવિંદ નગર ખાતે પરેશ દુધાભાઈ ભાલાળા ના રહેણાક મકાન પર દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ 68 કિંમત રૂપિયા 25500 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો પરેશ ભાલાળાએ ગોંડલના અજીત પુનસિંહ ઝાલા પાસેથી મંગાવ્યો હોય તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા