નદીમાં સ્નાન કરવા જતા લોકોને લકડીયા પુલ નીચે મૃતદેહ જોવા મળ્યો
ભરૂચ. ભરૂચના નર્મદા નદીના કિનારે દશાશ્વમેઘ ઘાટ પાસે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. નર્મદા નદીમાં સ્નાન કરવા જતા લોકોએ ઓવારા પર જવાના માર્ગ પર આવેલા લકડીયા પુલ નીચે મૃતદેહને જોતા સ્થાનિક પોલીસને જાણ કરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને મૃતક યુવાનની ઓળખ કરવા માટે પોલીસે તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે અને યુવાનના રહસ્યમય મૃત્યુ અંગે ભરૂચ પોલીસે તપાસ હાથ ધરી છે.