સ્મીમેર હોસ્પિટલની બેદરકારી, કોરોનાગ્રસ્ત વૃદ્ધાને ઘર નજીક મૂકી આવ્યા, ઘરે પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં મોત

0
363
  • જવાબદાર તમામ અધિકારીઓને ફોન કર્યા પણ ફોન રિસીવ ન કર્યો હોવાનો આક્ષેપ
  • રાત્રે 2.30 કલાકે કોવિડની ગાઈડ લાઈન મુજબ ડેડ બોડી લઈ જવામાં આવી હતી

સુરત. પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં એક કોરોનાગ્રસ્ત વૃદ્ધાને ઘર નજીક મૂકી આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધાનું ઘરે પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં મોત થયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

તબિયત સારી હોવાનું કહી રજા અપાઈ હતી
કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે, પુણા વિસ્તારમાં ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધને 13 જુલાઈના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગત રોજ સાંજે સ્મીમેરમાંથી પરિવારને ફોન કરી જાણ કરાઈ હતી કે, તમારા પરિવારના સભ્યને તબિયત સારી હોવાથી તેમને ગત રોજ સાંજે 6 વાગ્યે રજા આપવામાં આવે છે. બસમાં વધુ દર્દીઓ હોવાથી કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી લઈ જવા જણાવ્યું હતું. ત્યારબાદ પરિવાર ત્યાં પહોંચતા ફૂટપાથ પર વૃદ્ધાને સુવડાવેલા હતા. પરિવાર વૃદ્ધાને લઈને ઘરે પહોંચતાની ગણતરીની મિનિટોમાં મોત થયું હતું.

નવા દર્દીઓ આવતા હોય, જુના દર્દીઓને ઘરે મોકલ્યાઃ સ્મીમેરના ડીન
કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વૃદ્ધાના મોતની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. કોવિડ માટે ફરજ પરના કમિશનર સહિત જવાબદાર તમામ અધિકારીઓને ફોન કરવામાં આવ્યા હતા. જોકે, કોઈએ પણ ફોન રિસીવ કર્યો ન હતો. સ્મીમેરના ડીન દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, નવા દર્દીઓ આવતા હોય તેના માટે જગ્યા જોઈએ તે માટે જુના દર્દીઓને ઘરે મોકલવામાં આવે છે. દરમિયાન રાત્રે 2.30 કલાકે કોવિડની ગાઈડ લાઈન મુજબ ડેડ બોડી લઈ જવામાં આવી હતી.

પેનલ પોસ્ટમોર્ટમ કરવાની પરિવારની માંગણી
કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, દર્દીઓને રજા આપી તેના સામે કોઈ વાંધો નથી. જોકે, આ વૃદ્ધાને રજા આપી તેની તબિયત સારી ન હતી. તેમને કોઈ દવા પણ આપવામાં આવી ન હતી. દર્દી ઘરે પહોંચતાની ગણતરીની મિનિટોમાં મોત થઈ જાય તો આવો જવાબદાર કોણ? સરકાર એકતરફ અધિકારીઓને મોકલી રહ્યા છે. સુરત શહેરને આ સરકારે ભગવાન ભરોસે છોડી દીધું છે. આરોગ્ય મંત્રી સુરત શહેરના હોવા છતા દિવસે ને દિવસે શહેરની હાલત બદતર થતી જઈ રહી છે. વૃદ્ધાના મોતને લઈને પેનલ પોસ્ટમોર્ટમ કરવાની પણ પરિવારે માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here