કોરોનાની મહામારી વચ્ચે કંથારીયા ગામ પાસે જાહેરમાં PPE કીટ ફેંકી દેવાઈ, વીડિયો વાઈરલ

0
551

PPE કીટ જાહેરમાં ફેંકી હોવાનો વીડિયો વાઈરલ થતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ, સામાજીક આગેવાનોએ કીટ સળગાવી

ભરૂચ. કોરોના વાઈરસની મહામારી વચ્ચે ભરૂચમાં જાહેરમાં PPE કીટ મળી આવવાનો સિલસિલો યથાવત છે. ભરૂચના કંથારીયા ગામ નજીક જીન્નત બંગ્લોઝ પાસે PPE કીટ જાહેરમાં પડેલી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. PPE કીટ જાહેરમાં પડેલી હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ મચી ગયો હતો. જેથી PPE કીટને સામાજીક આગેવાનોએ સળગાવી દીધી હતી. 

જ્યોતિનગર ટર્નિંગ અને સેવાશ્રમ રોડ પાસેથી જાહેરમાં PPE કીટ મળી હતી
PPE કીટ અવારનવાર જાહેર જગ્યાઓ ફેંકી દેવાઇ હોવાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ અગાઉ પણ જ્યોતિનગર ટર્નિંગ અને સેવાશ્રમ રોડ પાસેથી જાહેરમાં PPE કીટો મળી આવી હતી. જાહેરમાં PPE કીટ નાખતા તત્વો અન્ય લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે.

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં PPE કીટ ડસ્ટબીન બહાર ફેંકી દીધી હતી
આ પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલની બેદરકારીનો વીડિયો સામે આવ્યો હતો. ભરૂચ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડના સ્ટાફ દ્વારા વાપરવામાં આવેલી PPE કીટ ડસ્ટબીનના બદલે બહાર ફેંકી દીધેલી મળી આવી હતી. જેનો વીડિયો પણ વાઈરલ થયો હતો.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here