R.H. કાપડિયા સ્કૂલે ગેરકાયદેસર ફી ઉઘરાવતા FRCએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો

0
103
  • સેટેલાઈટની R.H કાપડિયા સ્કૂલમાં ધો.1 માટે FRCએ રૂ. 30 હજાર ફી મંજૂર કરી હતી, સ્કૂલે રૂ. 68 હજાર ઉઘરાવ્યા
  • થલતેજની R.H.કાપડિયા સ્કૂલમાં ધો.1 માટે FRCએ રૂ. 16,500 ફી મંજૂર કરી હતી, સ્કૂલે રૂ. 30 હજાર ઉઘરાવ્યા

અમદાવાદ. એક તરફ કોરોના મહામારીના કારણે ઘણા પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે, તેવામાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ પર ફી વધારાનું ભારણ નાંખી રહ્યાં છે. કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વધારની ફી પણ ઉઘરાવવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં પણ સેટેલાઈટ અને થલતેજ વિસ્તારમાં આવેલી R.H.કાપડિયા સ્કૂલ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ વાલીઓ પાસેથી બેફામ ફી ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ફી રેગ્યુલેટરી કમિટિ(FRC)એ આ સ્કૂલને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે. 

રૂ. 38 હજાર ફી પેટે ગેરકાયદેસર રીતે ઉઘરાવ્યાનો આક્ષેપ
અમદાવાદ જિલ્લા વાલી મંડળના પ્રમુખ આશિષ કંજારિયાએ R.H.કાપડિયા સ્કૂલ FRCએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગને ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, સેટેલાઈટની R.H.કાપડિયા સ્કૂલે વાલીઓ પાસે અલગ-અલગ હેડ નીચે ધો.1ની ફી પેટે રૂ. 68 હજાર ઉઘરાવી લીધા છે, પરંતુ FRC દ્વારા આ સ્કૂલની ફી 30 હજાર મંજૂર કરી હતી. આમ રૂ. 38 હજાર ફી પેટે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવ્યા હતા. 

FRCએ 7 દિવસમાં ખુલાસો માગ્યો
એવી જ રીતે થલતેજની R.H.કાપડિયા સ્કૂલે પણ વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે 13,500 રૂપિયા ફી પેટે લીધા છે. જેમાં સ્કૂલે વાલીઓ પાસે ધો.1માં અલગ-અલગ હેડ હેઠળ 30 હજાર રૂપિયા ફી લીધી છે, પરંતુ FRCએ આ સ્કૂલની ફી માત્ર 16,500 જ મંજૂર કરી હતી. R.H.કાપડિયા થલતેજ અને સેટેલાઈટની સ્કૂલમાં વાલીઓ પાસે ગેરકાયદેસર ઉઘરાવેલી ફી મામલે ફરિયાદ કરવામાં આવતા FRCએ સ્કૂલને નોટિસ ફટકારી છે અને 7 દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here