રાજકોટમાં ભુણાવા-ભરૂડી પાસે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો: સરદારધામ સંસ્થાના ગોંડલ પ્રમુખ શૈલેષ રોકડ સહિતનાઓના નામ ખુલ્યા

0
2588

ઔદ્યોગિક ઝોન તરીકે ઉભરી રહેલ ભુણાવા-ભરૂડી ગામ પાસે હત્યા કરાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં તાલુકા પોલીસ,એલસીબી પોલીસ સહિત જિલ્લાભરની પોલીસે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
રાજકોટઃ ભુણાવા ભરૂડી પાસે યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા તાલુકા PSI અજયસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનના મૃતદેહ પાસે મોબાઇલ ફોન તેમજ પાણીની બોટલ મળી આવતા તેને કબજે કરી હતી.અજાણ્યા યુવાનની ઉંમર આશરે 35 થી 40 વર્ષની જણાઇ હતી. પોલીસને પ્રથમ નજરે યુવાનની પીઠ, ડાબો હાથ તેમજ બેઠકના ભાગે ઇજાના નિશાનો જણાયા હતા. અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
નાના એવા ભુણાવા – ભરૂડી ગામ પાસે યુવાનનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જેમાં ચર્ચાઈ રહ્યું હતું કે,રાત્રીના કેટલાક કારખાને દારો દ્વારા યુવાન પર ચોરીની શંકા કરી માર મારવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઇ મોતનું કારણ જાણવા PM માટે ખસેડી હતી. PM રિપોર્ટ આવ્યા બાદ યુવાનનું કઈ રીતે મોત નીપજ્યું છે. તે બહાર આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, આ હત્યાના બનાવની પ્રાથમિક તપાસમાં ગોંડલ પોલીસે ચક્રો ગતિમાન કરતાં મર્ડરની કડી ગોંડલનાં નિવૃત ફૌજી જવાન અને સરદાર ધામ સંસ્થાના ગોંડલનાં પ્રમુખ શૈલેષ રોકડ સહીતનાઓના નામ સામે આવ્યા હતા. ઉલેખનીય છે કે, સરદારધામ દ્વારા ૭-૨-૨૦૨૦ નાં રોજ રાજકોટ ખાતે કારકિર્દી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હોય અને સંસ્થાના ગોંડલનાં પ્રમુખનું નામ ખુલતા ચકચાર મચી જવા પામી છે.

ગોંડલ ભુણાવા – ભરૂડી પાસે યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવ્યાની ગણતરી ની કલાકોમાં પોલીસે હત્યા નો ભેદ ઉકેલ્યો


ગોંડલ નગરપાલિકા બે સદસ્યો રવિ કાલરીયા (રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી માંથી પાલિકા ની ચૂંટણી જીતી ભાજપ નો ખેશ ધારણ કરી) ગોંડલ નગરપાલિકા વીજળી શાખા નો ચેરમેન બન્યો હતો અને શૈલેષ ફૌજી (સિક્યુરિટી ઇન્ચાર્જ અને સરદાર ધામ ગોંડલ તાલુકા ના પ્રમુખ) – અક્ષય ઉર્ફે ભાણો – વિનોદ – અશોક રૈયાણી – આશીષ ટીલવા એ યુવાન પર ચોરીની શંકા કરી પ્લાસ્ટિકના પાઇપ વડે ઢોર માર મારી હત્યા નિપજાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ ઉલ્લેખનીય છે પાલિકાના બે સદસ્યો એક યુવાન ની હત્યામાં સંડોવાતા ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.