ભરુડી ટોલનાકા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કાર ઝડપાઇ રૂ. 613000 નો મુદ્દમાલ કબજે કરાયો, ચાલક ફરાર

0
375

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે ઉપર ભરૂડી ટોલનાકા પાસે તાલુકા પોલીસ મથક ના પીએસઆઇ ટી.એસ.રીઝવી ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ ગુજરાતી, પ્રકાશભાઈ પરમાર, રવિરાજસિંહ વાળા, કુષ્ણરાજસિંહ જાડેજા સહિતનાઓ ને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે ઇકો ફોરવ્હીલ કાર રજી ન GJ-03-KP-2031 ને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો બોટલો નંગ 420 – કિ.રૂ 213000 તેમજ ઇકો ફોરવ્હીલ ની કિ.રૂ. 400000 મળી કુલ મુદામાલ રૂ 6,13,000- નો મળી આવતા ગુનો દાખલ કરી કાયદેશરની કાર્યવાહી કરેલ છે. દરોડા દરમ્યાન કાર ચાલક નાશી જતા તેને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here