સુનિતા યાદવ ફરી FBમાં LIVE, કહ્યું- હોમ મિનિસ્ટરના નવાબજાદા અને પુત્રને પણ રોકી શકું, હજી પણ મારામાં પાવર છે

0
493
  • લાઈવ દરમિયાન ઘણા લોકોએ વિરોધ કર્યો તો ઘણા લોકોએ સપોર્ટ કર્યો
  • ગંગાજલ ફિલ્મ જોઈ હિંમત આવી, ડેરિંગ મે રિયલ લાઈફમાં બતાવ્યુંઃ સુનિતા

સુરત. વરાછા વિસ્તારમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે ઘર્ષણ બાદ વિવાદમાં આવેલી લોકરક્ષક સુનિતા યાદવ ફરી ફેસબૂક પર લાઈવ થઈ હતી. જેમાં તેણે હજુ પણ કોઈ પણથી ડરતી ન હોવાનું જણાવ્યું હતું. આ સાથે જણાવ્યું હતું કે, હોમ મિનિસ્ટરના નવાબજાદા અને પુત્રને પણ રોકી શકું છું, હજી પણ મારામાં પાવર છે.

મારી ડ્યુટી કરી તેની સજા મળીઃ સુનિતા
સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મને એમ હતું કે પોલીસ ડિપાર્ટમેન્ટ મારી સાથે છે. હા હજુ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ મારી સાથે છે. જોકે, કેટલાક છે જેને સમજમાં નથી આવતું કે મારે અત્યારે સપોર્ટની કેટલી જરૂરત છે. હમણા જે ઓડિયો વાઈરલ થયો તે મે નથી કર્યો. હું મારા ઘરના રૂમમાં કેદ છું. મેં મારી ડ્યુટી જ તે દિવસે બજાવેલી એમાં મને સજા મળે છે. હું મારા રૂમમાં કેદ છે અને એ લોકો બહાર આઝાદ ફરી રહ્યાં છે. 

પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવીઃ સુનિતા
સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર મારી તબિયતની ચિંતા કરી મને ઉંઘની ગોળી આપે છે.  હું ગત રોજ થોડીવાર માટે બહાર ગઈ હતી. એ સમયે પણ લોકો મારા વીડિયો ઉતારી વાઈરલ કરી રહ્યા છે. મારા પરિવારને સેફ ફીલ કરાવવા માટે હું કાલે શાક માર્કેટ ગઈ હતી. મને સુરક્ષા આપવામાં આવી છે. જોકે, તેમને સુરક્ષા અપાઈ નથી. જેથી હું શાક લેવા માટે બહાર ગઈ હતી. મને પોલીસ દ્વારા સુરક્ષા આપવામાં આવી છે. જે મારા ઘર નીચે રહે છે.

મારા પરિવાર પર પણ દબાણઃસુનિતા
સુનિતાએ કહ્યું કે, મારા પર અત્યારે બહુ જ દબાણ છે. રાજકીય દબાણ તો છે જ અને મારા પરિવાર પર પણ દબાણ વધારવામાં આવી રહ્યું છે. આજે હું ઘણીવાર પોલીસ કંટ્રોલમાં કોલ કર્યો હતો. જોકે, રિપ્લાય મળ્યો નથી. મારું પરિવાર મને ગુમાવવા માંગતું નથી. જેથી મને ફોન પણ નથી આપ્યો. હાલ મારી પાસે ફોન આવતા લાઈવ થઈ છું. હું પોલીસ કમિશનર કચેરી જવા ઈચ્છતી હતી. જોકે, પરિવાર દ્વારા મને ઘરેથી બહાર નીકળવા દેવામાં આવી નથી.

લડાઈ માટે મે હિંમત નથી હારીઃ સુનિતા
સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, મારો આ મેસેજ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સુધી પહોંચાડો. મને તેમની મદદની જરૂર છે. મને તો પરેશાન કરવામાં આવે જ છે સાથે મારા પરિવારને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. હું મારી લડાઈમાં પીછેહટ કરવા માંગતી નથી. મારી લડાઈ માટે મે હિંમત નથી હારી. પોલીસ કમિશનરને મળવા ઈચ્છું છું અને મારી વાત તેમની સમક્ષ મૂકવા ઈચ્છું છું. હું જીવવા માંગુ છું એટલે તમારા સપોર્ટની જરૂર છે. હેલ્થ મિનિસ્ટરના દીકરાને રોકી હું કોઈથી ડરતી નથી. હોમ મિનિસ્ટરના નવાબજાદા અને પુત્રને પણ રોકી શકું છું, હજી પણ મારામાં પાવર છે. જોકે, મને મદદની જરૂર છે.

ગંગાજલ ફિલ્મ જોઈ હિંમત આવીઃ સુનિતા
પ્રયિંકા ચોપરાની ફેન હોવાનું કહેતી સુનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, ગંગાજલ ફિલ્મ જેવી ઘણી ફિલ્મો પોલીસની કામગીરીને બિરદાવતી ફિલ્મ બનાવવામાં આવી છે. ગંગાજલ ફિલ્મ જોયા બાદ જ મારા હિંમત આવી છે. ફિલ્મમાં જે ડેરિંગ બતાવ્યું તે મે રિયલ લાઈફમાં બતાવ્યું છે. મને કુમાર કાનાણી સાથે કોઈ પ્રોબ્લેમ નથી. તે તેની જગ્યાએ સાચા છે. મારી કોઈ સાથે દુશ્મની નથી. હું માત્ર મારી ડ્યુટી કરી રહી હતી. 

પત્રકાર, IPS હવે આર્મી ઓફિસર બનવું છે
સુનિતાએ આ પહેલા અને ફેસબુક લાઈવમાં પણ કહ્યું હતું કે તેને IPS અને પત્રકાર બનવું હતું. જ્યારે આજે ફરી લાઈવ થઇ છે ત્યારે તેણે જણાવ્યું છે કે, આર્મી મને મદદ કરે, મારે આર્મી ઓફિસર બનવું છે.

લાઈવમાં સપોર્ટ અને વિરોધ
સુનિતાના લાઈવ દરમિયાન ઘણા લોકોએ વિરોધ કર્યો તો ઘણા લોકોએ સપોર્ટ કર્યો હતો. દરમિયાન સુનિતાએ જવાબ આપ્યો હતો કે, મારે કોઈ સેલિબ્રિટી બનવું નથી.સાથે ઉશ્કેરાઈ જતી ત્યારે લોકોને કહેતી કે જતા રહો લાઈવમાંથી મારે તમારા જેવાની જરૂર નથી. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here