અયોધ્યામાં મંદિર નિર્માણ 29 જુલાઈ અથવા 5 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે, PM મોદીને બોલાવવા માટે PMOને તારીખ જણાવાઈ

0
383
  • બેઠકમાં વડાપ્રધાન મોદીના સંભાવિત કાર્યક્રમ અંગે વિચાર પણ થઈ શકે છે
  • મહંત નૃત્યગોપાલ દાસે વડાપ્રધાનને મંદિરની આધારશિલા રાખવા માટે આમંત્રણ આપ્યું છે

અયોધ્યા. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અયોધ્યમાં બેઠક ચાલી રહી છે. જેમાં મંદિરના શિલાન્યાસની તારીખની જાહેરાત થઈ શકે છે. એવી માહિતી મળી રહી છે કે મંદિરનું નિર્માણ 29 જુલાઈ અથવા 5 ઓગસ્ટથી શરૂ થઈ શકે છે.વડાપ્રધાનને બોલાવવા માટે બે તારીખ જણાવાઈ છે.

બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અયોધ્યામાં સંભાવિત કાર્યક્રમ અંગે પણ વિચાર થઈ શકે છે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસ બેઠક વડાપ્રધાનને અયોધ્યા આવવાનું આમંત્રણ પત્ર મોકલી ચુક્યા છે. બેઠકમાં સામેલ થવા માટે ટ્રસ્ટના સભ્ય પણ અયોધ્યા પહોંચી ગયા છે.

3 અથવા 5 ઓગસ્ટના કાર્યક્રમ અંગે સહમતિ બની શકે છે 
મણિરામ છાવણી મઠના મહંત કમલ નયન દાસે કહ્યું કે, મંદિર નિર્માણ ઝડપથી શરૂ થશે. સંતોની માંગણી છે કે વડાપ્રધાન ઝડપથી આવીને નિર્માણ શરૂ કરાવે. તે પહેલા જ આવવાના હતા પણ કોરોના સંકટના કારણે આ કાર્યક્રમ ટળ્યો હતો. હવે પીએમ મોદી 3 અથવા 5 ઓગસ્ટે અહીંયા આવી શકે છે. જો કે, અંતિમ તારીખ નક્કી થવાની બાકી છે.

અંસારીએ કહ્યું- મોદીનું સ્વાગત કરવા માંગુ છું
રામલલા મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, ટ્રસ્ટની બેઠકમાં પીએમનો કાર્યક્રમ નક્કી કરવાનો છે, જેનાથી મંદિરનું નિર્માણ ઝડપથી શરૂ થી શકે. બીજી બાજુ બાબરી મસ્જિદના પક્ષકાર રહી ચુકેલા ઈકબાલ અંસારીએ કહ્યું કે, હું વડાપ્રધાનનું અયોધ્યામાં સ્વાગત કરવા માંગું છું. મંદિર નિર્માણ અંગે જે સંત સમાજ ઈચ્છે છે, એ હું પણ ઈચ્છું છું. મોદી મંદિર નિર્માણનો શુભારંભ કરે. અંસારીના જણાવ્યા પ્રમાણે, સુપ્રીમ કોર્ટના આદેશ પર મસ્જિદ માટે જે 5 એકર ભૂમિ મુસ્લિમ સમાજને આપવામાં આવી છે, તેની પર એક હોસ્પિટલ અને એક શાળાનું નિર્માણ કરવામાં આવે. 

ડો.કૃષ્ણ ગોપાલ અયોધ્યા પહોંચ્યા 
ગુરુવાર રાતે RSSના હેડ ડો.કૃષ્ણ ગોપાલ અયોધ્યા પહોંચ્યા હતા. શુક્રવારે તે મંદિર નિર્માણ સાથે જોડાયેલા સંતો અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ, મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓને મળ્યા હતા. કારસેવકપુરમમાં મંદિર ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક કરી હતી. શનિવારે બેઠકના એજન્ડાને ફાઈનલ કરવામાં આવ્યો. ગોપાલને અચાનક મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ, મંદિર સુરક્ષા સલાહકાર અને ટ્રસ્ટ સભ્યોના મંદિર નિર્માણ પર મંથનમાં સામેલ થવાનું મહત્વનું ગણવામાં આવી રહ્યું છે. 

રામ મંદિર સાથે રાષ્ટ્ર મંદિર બનશેઃચૌપાલ
ટ્રસ્ટની બેઠકમાં સામેલ થવા પહોંચેલા સભ્ય કામેશ્વર ચૌપાલે કહ્યું કે, પીએમ દ્વારા જો મંદિરના ગર્ભગૃહનું પૂજન અને મંદિર નિર્માણનો શુભારંભ થશે તો એ સૌથી સારુ રહેશે. શિલાપૂજન સિંહદ્વારના શિલાન્યાસ સાથે થઈ ચુક્યો છે. હવે ગર્ભગૃહનું પૂજન થવાનું છે. કોરોનાને ધ્યાનમાં રાખતા ટ્રસ્ટે તેના ભૂમિપૂજનનો કાર્યક્રમ ટાળી દીધો હતો.દેશ સામે જે સંકટ છે સૌથી પહેલો તેનો સામનો કરવાનો છે. ચૌપાલે કહ્યું કે, રામ મંદિર સાથે રાષ્ટ્ર મંદિર પણ બનશે, જેનો શુભારંભ મોદી કરશે.