જામનગર ડમ્પીંગ પોઈન્ટ પર યોગ્ય નિકાલ નથી થતો એટલે ખેતરોમાં કચરાના ગંજ ખડકાયા, ખેડૂતોનો હોબાળો

0
716

હાપા માર્કેટનજીક મનપાના ડમ્પીંગ પોઈન્ટ પર શહેરમાંથી એકત્ર કરવામાં આવતો કચરો કાંઠા ઉપર ઠાલવી દેવાતા ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે.

ખેડૂતોએ ઉગ્ર વિરોધ વ્યકત કરતા કચરો ભરેલી ગાડીઓની કતારો લાગી
ખેડૂતો લડાયક મૂડમાં આવતા દેકારો
પાકને નુકસાન, અધિકારીઓની ખાતરી બાદ મામલો થાળે પડયો

રજૂઆતો કચરા ટોપલીમાં નાંખી દેવાતી હોવાનો આક્રોશ
જામ્યુકો દ્વારા શહેરમાંથી એકત્ર થતો કચરો શહેરના છેવાડે ડમ્પીંગ પોઈન્ટમાં ઠાલવવામાં આવે છે. પરંતુ તાજેતરમાં વરસાદના કારણે થયેલાકાદવ-કીચડ નડતરરૂપ થતા કચરો ભરેલા વાહનો દૂર સુધી જઈ નહીં શકતા કાંઠા ઉપર જ કચરો નાંખવામાંઆવી રહ્યો છે. જેના કારણેકચરો ઉડીને ધુવાંવ, વિભાપર સહીતના વિસ્તારોના ખેડૂતોની વાડી ખેતરમાં પડતા કચરાના ગંજ ખડકાતા પાક અને જમીનને નુકશાન થઇ રહ્યું છે.ખેડૂતોની જમીનમાં કચરો ઉડીને પડતા નુકસાની થતી હોવાથી આ મુદ્દે સોલીડ વેસ્ટ શાખાના અધિકારી સમક્ષ રજૂઆતો કરી હતી. પરંતુ રજૂઆતો કચરા ટોપલીમાં ગઇ હોય તેમ કોઇ પગલાં ન લેવાતા શુક્રવારે ઉશ્કેરાયેલા ખેડૂતોએ ડમ્પીંગ પોઇન્ટ પર ધસી જઇ હોબાળો મચાવ્યો હતો. આ સમયે ભાજપના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા પણદોડી જતાં ખેડૂતોએ યોગ્ય કાર્યવાહી કરવા તેણીને રજૂઆત કરી હતી. બીજી બાજુ ખેડૂતોએ વિરોધ વ્યકત કરતા કચરો ભરેલા વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. આખરે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા કચરા અંગે યોગ્ય નિકાલની વ્યવસ્થા તથા રસ્તા સમથળ અંગે ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો.

અહેવાલ .સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here