આટકોટ મા કુદરતે, સતરંગી રંગોળી સરજી લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી

0
362

મેઘધનુષ કેવું રળિયામણું દેખાય છે? જ્યારે આકાશના એક છેડાથી બીજા છેડા સુધી મેઘધનુષ તાણીને નાના પ્રકારના રંગ ઝળકાવી રહે છે ત્યારે જે શોભા થાય છે તેનું શું પૂછવું! મેઘધનુષના જેવો જગતમાં એક પણ બીજો રમણિય દેખાવ નથી. એ જોતાં જ માણસનો આત્મા પ્રસન્ન થઈ જાય છે અને સઘળાની દૃષ્ટિ એ સૃષ્ટિની લલિત લીલા ઉપર જડીત થઈ જાય છે.

મેઘધનુષને કોઈ ઇન્દ્રધનુષ પણ કહે છે. પરંતુ જો તેને ઇન્દ્રધનુષ કલ્પીએ તો સ્વર્ગના રાજવીએ વજ્ર અને ઇન્દ્રધનુષ વાપરવાના છેક જુદા સમય રાખ્યા હશે એમ પણ ધારવું જોઈએ. વજ્ર જેમ મેઘદેવનું સામર્થ્ય બતાવે છે તેમ આ ધનુષ્ય મેઘદેવનું પરમ લાલિત્ય સૂચવે છે. જો દુષ્ટ દૈત્યોનો સંહાર કરતી વખતે ઇન્દ્ર વજ્ર સજીને જતો હશે તો અમે ધારીએ છીએ કે કલ્પવૃક્ષની કુંજમાં અપ્સરાઓના સાથમાં રાસરમણ વેળાએ તે આ ધનુષ ધારણ કરતો હશે! બીજા શબ્દોમાં બોલીએ તો વજ્ર એ મેઘરાજાના ભયાનક રૂપનું ચિહ્ન છે અને ઇન્દ્રધનુષ એ તેની વિશ્વપાલક દયા સૂચવે છે!


અહેવાલ કરશન બામટા આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here