ચોરીના મો.સા સાથે એક ઇસમને પકડી પાડતી બોરતળાવ પોલીસ

0
305

તા. ૧૮/૦૭/૨૦૨૦
આઇ.જી.પી. અશોકકુમાર યાદવ સાહેબનાઓએ ભાવનગર જીલ્લામાં, ચોરી, ઘરફોડ ચોરીના બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવો શોધી કાઢવા માટે સુચન કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક, જયપાલસિંહ રાઠોડ સા. અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર સા, નાઓના માર્ગદર્શન હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ શ્રી કે.એમ.રાવલ સા. અને પો.સ્ટાફના માણસો હેડ કોન્સ એચ.એચ.સોલકી, બી.સી.ગઢવી, સી.આર.ગોહીલ, ડી.કે.ચૌહાણ પો.કોન્સ હિરેનભાઇ મહેતા, અતુલભાઇ કનુભાઇ, કરણસિંહ માલુભા, ઘર્મદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ કનકસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા વૈશ્વીક મહામારી કોવીડ-૧૯ સંદર્ભે કુમુદવાડીનાકા પાસે વાહન ચેકીગમા હતા એક મો.સા ચાલક શંકાસ્પદ મો.સા. મળી આવતા તેને ઉભો રાખી નામ-ઠામ પુછતા વીજયભાઇ કાનાભાઇ વાઘેલા ઉવ ૨૨ રહે કુકાવાવ રોડ જકાતનાકા જેસીગ પરા જી.અમરેલી હાલ-સિન્હા કોલોની દે.પુ વાસ ભાવનગરવાળો હોવાનુ જણાવેલ. મજકુર પાસેની હોન્ડા સપલેન્ડર પ્લસ મો.સા.ના રજી નંબર જોતા જી.જે ૦૩ એચ.એલ ૭૯૧૮ હોય તેમજ મો.સાનુ એન્જીન નંબર જોતા HA10EJEHL22205  તથા ચેસીસ નંબર- MBLHA10AMEHL78996 નુ કાળા કલરનુ હોવાનું જણાય આવેલ જેથી પોકોટ કોપ એપ્લીકેશન માં ઉપરોકત નંબર દ્વારા સર્ચ કરી ખરાઇ કરતા આ હોન્ડા અન્ય કોઇ ના નામે રજી. હોવાનુ જણાતા જેથી આ ઇસમ પાસે હોન્ડા સ્પ્લેનડર પ્લસ મો.સાના કાગળો આધાર માંગતા નહી હોવાનું જણવેલ જેથી આ હોન્ડા મો.સા ચોરીથી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા હોન્ડા મો.સા.ની કિ.રૂ. ૩૦,૦૦૦/- ગણી પંચનામુ કલાક ૧૭/૩૦  થી કલાક ૧૮/૧૫ સુધીનું કરી સી.આર.પી.સી.ક. ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે. અને હાલ વૈશ્વીક મહામારી કોવીડ-૧૯ ને કારણે નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ સાવચેતીના કારણોસર પહેલા કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવવો જરુરી હોય જેથી મજકુર ઇસમને અટક કરેલ નથી પોલીસ જાપ્તામાં લીધેલ છે.અને આ કામે રેકર્ડ પર ખરાઇ કરતા રાજકોટ શહેર પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.ન.૯૭૧/૨૦૨૦ ઇ.પી.કો.કલમ-૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે ડીટેકટ થવા પામેલ છે અને મુદ્દામાલ રિકવર કરેલ છે.

અહેવાલ . કૌશિક વાજા,ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here