છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 960 પોઝિટિવ કેસ, 19 દર્દીના મોતઃ કુલ 47,476 કેસ થયા, મૃત્યુઆંક 2127 પર પહોંચ્યો

0
298

સુરતમાં 10 હજાર અને અમદાવાદમાં 24 હજાર એ કેસ પહોંચ્યા

અમદાવાદ. શનિવારે ગુજરાતમાં કોરોનાના 960 નવા કેસ નોંધાયા હતા. આ સાથે સુરતમાં કેસનો આંકડો 10 હજાર અને અમદાવાદમાં 24 હજારને પાર થઈ ગયો છે. કોરોનાના કુલ કેસનો આંકડો ગુજરાતમાં 47,476 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ કોરોનાના સંક્રમણની અસર હેઠળ હોય એવાં કુલ દર્દીની સંખ્યા 11,344 છે. 24 કલાકમાં 1,061 દર્દીઓને રજા અપાઇ છે અને તેના કારણે જ ગુજરાતમાં એક્ટિવ દર્દીઓનો આંક થોડો નીચો આવ્યો છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 34,005 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

75 દર્દીઓ હાલ વેન્ટિલેટર પર
છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં 19 વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં અમદાવાદમાં 4 અને સૂરત શહેરમાં 7 જ્યારે સુરત જિલ્લામાં 3, કચ્છમાં 2 અને બનાસકાંઠા, નવસારી તથા રાજકોટ જિલ્લામાં 1-1 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયાં છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાને કારણે કુલ 2,127 લોકો મૃત્યુ પામ્યાં છે. હજુ પણ 75 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 5.24 લાખ જેટલાં સેમ્પલ ટેસ્ટ કરાયાં છે જ્યારે 3,82 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. હાલ ગુજરાતમાં રીકવરીનો દર 71.63 ટકા, મૃત્યુદર 4.48 ટકા જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યાનું પ્રમાણ 24 ટકા છે. ગુજરાતમાં દર દસલાખની વસ્તીએ 7,718 ટેસ્ટ થયાં છે, અંદાજે 700 લોકો કોરોના સંક્રમિત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here