કોંગ્રેસ સ્થાપના દિવસે રાહુલ ગાંધી ગાયબ-ભાજપ,કોંગ્રેસનો જવાબ-નાનીને મળવામાં ખોટું શું છે?

0
83

રાહુલ ગાંધી અંગત મુલાકાતે વિદેશ ગયા છે 

કોંગ્રેસ આજે 136મો સ્થાપના દિવસ ઊજવી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધી વિદેશમાં હોવાથી ભાજપે આ મુદ્દે પ્રહાર કર્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે કોંગ્રેસ અહીં તેમનો 136મો સ્થાપના દિવસ ઊજવી રહી છે અને રાહુલ ગાંધી ગાયબ થઈ ગયા છે.

કોંગ્રેસનો જવાબ- ભાજપ માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહી છે
ભાજપના પ્રહારોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ખુલાસો કરવો પડ્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું હતું કે રાહુલ તેમના નાનીને મળવા ગયા છે, એમાં ખોટું શું છે? દરેક લોકોને તેમની અંગત યાત્રા કરવાનો અધિકાર છે. ભાજપ બોગસ રાજકારણ કરી રહ્યું છે. તેઓ માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કરી રહ્યા છે.

પ્રિયંકાએ સવાલોના જવાબ ન આપ્યા
કોંગ્રેસના સ્થાપના દિવસ સમારોહમાં રાહુલની ગેરહાજરી પર સવાલ પૂછતાં પાર્ટી-પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે અમે પહેલાં જ કહી ચૂક્યા છીએ કે રાહુલ થોડા દિવસ માટે પર્સનલ વિઝિટ પર ગયા છે. તેઓ ટૂંક સમયમાં જ પાછા ફરવાના છે. જ્યારે પ્રિયંકા ગાંધીએ આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

ખુર્શીદે કહ્યું- રાહુલના ન હોવાનાં 101 કારણ હોઈ શકે છે
કોંગ્રેસના સ્થાપના દિવસના કાર્યક્રમમાં પાર્ટી મુખ્યાલય પર એકે એન્ટનીએ ઝંડો લહેરાવ્યો હતો. એ કાર્યક્રમમાં સોનિયા ગાંધી પણ સામેલ થયાં ન હતાં. રાહુલ ગાંધીની ગેરહાજરી વિશે સલમાન ખુર્શીદે કહ્યું, તેમના ન હોવાનાં 101 કારણ હોઈ શકે છે. આપણે અટકળો ન લગાવવી જોઈએ. તેમણે કોઈ યોગ્ય કારણથી જ આ નિર્ણય લીધો હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here