10.77 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 37,407 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 3 લાખને પાર

0
365
  • દેશમાં શનિવારે કોરોનાથી 543 લોકોના મોત થયા, સૌથી વધુ 144 દર્દીઓના મહારાષ્ટ્રમાં મોત
  • મુંબઈ દેશનું પહેલું શહેર, જ્યાં દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ, મહારાષ્ટ્રમાં 18 જુલાઈએ 8348 દર્દી મળ્યા

નવી દિલ્હી. દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધી 10 લાખ 77 હજાર 864 દર્દી થઈ ચુક્યા છે. આ આંકડા covid19india.orgના જણાવ્યા પ્રમાણે છે. શનિવારે રેકોર્ડ 37,407 દર્દી વધ્યા હતા. સાથે જ 23 હજાર 552 લોકો સાજા પણ થયા હતા. તો આ તરફ મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3 લાખને પાર થઈ ગઈ છે. શનિવારે રાજ્યમાં 8348 દર્દી મળ્યા હતા. આ રીતે મુંબઈ દેશનું પહેલું શહેર બની ગયું છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો.વીકે યાદવે કહ્યું કે, દેશમાં હવે કોરોનાનું કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે. સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.ન્યૂઝ એજન્સી ANIએ તેમને કહ્યું કે, રોજ 30 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. સૌથી ખરાબ વાત તો એ છે કે હવે સંક્રમણ ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે.

રાજ્યોની સ્થિતિ 
મધ્યપ્રદેશઃ ભોપાલમાં રવિવારે પૂર્ણ લોકડાઉન રહેશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજધાનીમાં સંક્રમણની ટકાવારી 10% થવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ભોપાલમાં હવે દુકાનો રાતે 10 વાગ્યાની જગ્યાએ 8 વાગ્યે બંધ થશે. 
તો રાજ્ય દેશમાં એક્ટિવ કેસમાં  15માં સ્થાને છે, જ્યારે પોઝિટિવ કેસ 13માં સ્થાને છે. ઈન્દોરમાં દર્દીઓનો આંકડો 6 હજારને પાર થઈ ગયો છે. સાથે જ કોરોનાના કારણે આ વખત તમામ જિલ્લામાં સ્વતંત્રતા દિવસ સમારોહ સીમિત કરવાનો નિર્ણય કરાયો છે.

મહારાષ્ટ્રઃ રાજ્યના મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લા ઔરંગાબાદ, જાલના, નાંદેડ, લાતૂર પરભણી બીડ, હિંગોળી અને ઉસ્માનાબાદમાં છેલ્લા 24 કલાકમાં 678 કેસ સામે આવ્યા. સાથે જ આ જિલ્લામાં 17 દર્દીઓના મોત થયા છે. ઔરંગાબાદમાં 07, જાલનામાં 3, નાંદેડમાં એક, લાતૂરમાં એક, પરભાણીમાં ત્રણ, ઉસ્માનાબાદમાં બે, બીડ અને હિંગોલીમાં એક એક વ્યક્તિના મોત થયા છે. તો આ તરફ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પરભાણીથી મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય બાબજાની દુરાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજ્ય સરકારે સપ્ટેમ્બર મહિનામાં અંતિમ વર્ષની પરીક્ષા માટે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના દિશા-નિર્દેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં શનિવારે 1873 નવા દર્દી મળ્યા હતા. આ એક દિવસમાં મળેલા દર્દીઓની બીજી સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા 16 જુલાઈએ રેકોર્ડ 2083 દર્દી મળ્યા હતા. મંત્રી કમલા રાની પણ કોરોના પોઝિટિવ મળી આવી છે.તેમને સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરાવાયા છે. મંત્રી કમલા રાની કાનપુરના ઘાટમપુરથી ધારાસભ્ય છે. તો આ તરફ વરિષ્ઠ IPS અધિકારી નવનીત સિકેરા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

બિહારઃ રાજ્ય સરકારે પણ તમામ જિલ્લામાં એન્ટીજન કીટથી તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે જણાવ્યું કે, લક્ષણ લાગે એવા લોકો હોસ્પિટલમાં જઈને મફત તપાસ કરાવી શકે છે. રાજ્યમાં શ્રમ સંસાધન મંત્રી અને લખીસરાય ધારાસભ્ય વિજય કુમાર સિન્હા, પાટલિપુત્રના સાંસદ રામકૃપાલ યાદવ અને તેમના પત્ની કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. મંત્રી વિજય કુમારની પટનામાં એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. 
કોરોનાની હાલની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર ગંભીર છે. સ્થિતિની સમીક્ષા માટે બે ટીમોની રચના કરી છે.

રાજસ્થાનઃરાજ્યમાં શનિવારે કોરોનાના 711 કેસ સામે આવ્યા હતા. સાથે જ બાડમેરમાં 3, રાજસમંદ, ભરતપુર, જોધપુર અને પાલીમાં 1-1ના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 11 લાખથી વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here