- શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2729 દર્દી રિકવર થયા
- 128 ઓક્સિજન ઉપર અને 36 દર્દી વેન્ટીલેટર-બી પેપ પર
વડોદરા. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 3525 ઉપર પહોંચી ગયો છે. જ્યારે આજે શહેર ભાજપના ઉપાધ્યક્ષ મહેશ શર્મા સહિત 6 દર્દીના મોત થયા છે. ગત રોજ વડોદરામાં વધુ 102 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 2729 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 736 એક્ટિવ કેસ છે, જે પૈકી 128 ઓક્સિજન ઉપર અને 36 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 572 દર્દીની હાલત સ્થિર છે.
વધુ 6 દર્દીના મોત
- વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ મહેશ શર્માનું મોત, તેઓને વાઘોડિયા રોડ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી હતી
- વડોદરા પરશુરામ ભઠ્ઠા વિસ્તાર ના 89 વર્ષ ના દર્દીનુ મોત
- વડોદરાના ગોરવાના 58 વર્ષ ના દર્દી નું મોત
- વડોદરાના ગોત્રીની 58 વર્ષની મહિલાનું મોત
- અંકલેશ્વરના 55 વર્ષના દર્દીનું મોત
- ગોધરાના 52 વર્ષની મહિલાનું મોત
ખંડેલવાલ પરિવારના 11 સભ્યો કોરોના સંક્રમિત
કોરોના સંક્રમણની સાથે કોરોનાની દહેશત પણ લોકોમાં વધતી જાય છે. શહેરમાં શનિવારે મંગળબજારના ડેકોરેશન-કાપડની સૌથી મોટી દુકાનો ધરાવતા અને કારેલીબાગમાં રહેતા ખંડેલવાલ પરિવારના 11 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા મંગળબજારમાં ફફડાટનો માહોલ ફેલાઇ ગયો છે. આ પરિવારના સભ્યોમાં એક 8 મહિનાની બાળકીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અન્ય 4 પુરુષો અને 6 મહિલાઓના પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ પૈકીના માત્ર બેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. જ્યારે બાકીના હોમ ક્વોરન્ટીન છે.