અમરેલીમાં આજે સવારમાં જ કોરોના વિસ્ફોટ, એકસાથે 14 કેસ નોંધાયા, જામનગરમાં 13નો પોઝિટિવ રિપોર્ટ

0
510

અમરેલી જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 229 પર પહોંચી

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ત્યારે આજે સવાર સવારમાં જ અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે 14 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 229 પર પહોંચી છે. હાલ અમરેલી જિલ્લામાં 229 કેસમાં 16ના મોત, 95 દર્દીઓ સારવાર હેઠળ અને 118ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 575 પર પહોંચી છે. જામનગરમાં પણ આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 13નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

અમરેલી જિલ્લામાં નોંધાયેલા 14 કેસો 
અમરેલી જિલ્લામાં આજે સવારે 8 વાગ્યા પહેલા 14 કેસ નોંધાયા છે. જેમાં પાણીયા ગામના 50 વર્ષના પુરૂષ, અમરેલીના શ્યામનગરના 39 વર્ષના પુરૂષ, કુંકાવાવના ઢુંઢીયા પીપળીયા ગામના 43 વર્ષના પુરૂષ, દામનગરના 65 વર્ષના મહિલા, બગસરાના ખારી-ખીજડીયા ગામના 31 વર્ષના મહિલા, સાવરકુંડલાની હોથીભાઇ શેરીમાં રહેતા 50 વર્ષના પુરૂષ, અમરેલીની સિદ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા 30 વર્ષના પુરૂષ, કુંકાવાવના જંગર ગામના 65 વર્ષના મહિલા, લાઠીના રામપર ગામના 75 વર્ષના વૃદ્ધા, ખાંભાના 65 વર્ષના પુરૂષ, જાફરાબાદના પીપળીકાંઠાના 55 વર્ષના મહિલા, સાવરકુંડલાના હાડીડા ગામના 75 વર્ષના પુરૂષ, સાવરકુંડલાના નેસડી ગામના 66 વર્ષના પુરૂષ અને સાવરકુંડલાના સર્વોદયનગરના 65 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here