જામનગર તો જામનગર છે ખૂબ સુંદર ભૂજિયા કોઠાનું નવીનીકરણ શરૂ, રૂા.24 કરોડનો ખર્ચ થશે.

0
409

જામનગરની ઐતિહાસિક ધરોહર સમા ભૂજિયા કોઠાની કાયાપલટ કરવા માટે સાફ-સફાઇના કામનો પ્રારંભ થઇ ગયો છે.

ભૂજિયો કોઠો ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત થયો હતો, સફાઇ કામ શરૂ

જામનગર. આખરે જામનગરના ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ શરૂ થયું છે. આ પ્રોજેકટ પાછળ રૂા.24 કરોડનો ખર્ચ થશે. શહેરની ધરોહર સમાન ભૂજિયો કોઠો ભૂકંપ બાદ ક્ષતિગ્રસ્ત થયો હતો. ભૂજિયા કોઠામાં સમારકામ પહેલાં સફાઇ કામગીરીનો પ્રારંભ કરાયો છે.

આ કોઠાના નવિનિકરણ માં દિવાલ નવી બનશે, એન્ટરન્સ છત્રીઓ, લાકડા+ના દરવાજા બારી, નવી સીડી, પ્રતિમા રિપેરીંગ, ટીકીટ બારી, પ્રતિક નવા બનશે, વુડન વર્ક ડીઝાઇનીંગ, હાઇડ્રોલીક લીફ્ટ, સફેદ મારબલ   છતોમા પ્રતિકૃતિઓ કરવી ઉપરાંત જોઇએ તો ખંભાળીયા ગેઇટ,લાખોટો કોઠો અને ભુજીયો કોઠો ત્રણેયને જોડતો ઓવરબ્રીજ બનાવવાનુ પણ આયોજન છે જે માટે છ ફુટનો મોક્સ પણ બનાવી શકાય તેવુ આયોજન છે.

જામનગરમાં તળાવની પાળે આવેલો રાજાશાહી સમયનો અને શહેરની શાન સમાન ઐતિહાસિક ભૂજિયો કોઠાને ભૂકંપમાં પારાવાર નુકશાન થયું હતું. આથી ભૂજિયા કોઠાના નવીનકરણ માટે સ્ટેન્ડીંગ કમીટીએ રાજય સરકારને અહેવાલ મોકલ્યો હતો. આથી ભૂજિયા કોઠાની નવીનીકરણની યોજના રાજય સરકારે મંજૂર કરી પ્રથમ તબકકે રૂ.8 કરોડ મનપાને ફાળવ્યા હતાં. પરંતુ ભૂજિયા કોઠાનું કામ શરૂ થયું ન હતું. આખરે ભૂજિયા કોઠાના નવીનીકરણનું કામ શરૂ થયું છે. આ કામગીરી જામનગરની અક્ષર શીલ્પને સોંપાઇ છે. આ કામગીરી આગામી અઢી વર્ષ સુધી ચાલશે તેમ મનપાના સીટી ઇજનેર શૈલેષ જોશીએ જણાવ્યું હતું.

અહેવાલ:સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here