જામનગરમાં પાન-મસાલાની દુકાનો બંધ હોવાથી, પાન-મસાલાની જથ્થાબંધ દુકાનો પર બંધાણીઓ એ તમાકુ તેમજ સોપારી ખરીદવા કત્તાર લગાવી.

0
411

પાન-માવાની છુટક દુકાનો શનિવારે ન ખુલતા જથ્થાબંધ દુકાને લાઇનો લાગી હતી.

શનિવારે સવારે પાન,તમાકુની હોલસેલ દુકાનો પર ભીડ ઉમટી પડતા બંધ કરાવવાની પોલીસને ફરજ પડી

જામનગરમાં કોરોનાનું સંક્રમણ આગની જેમ ફેલાઇ રહ્યું હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શુક્રવારે જાહેરનામું બહાર પાડી શનિવારથી આગામી તા.26 જુલાઇ સુધી ચા, પાનની દુકાનો, હોટલો બંધ રખાવવાનું જાહેરનામું બહાર પાડયું હતું. જો કે, પાન,તમાકુના જથ્થાબંધ વેપારીઓને દુકાનો ખુલી રાખવાની છૂટ આપવામાં આવી હતી. આથી શનિવારે સવારે પાન,તમાકુની રીટેલ દુકાનો ખુલી ન હતી. જેના પગલે બંધાણીઓએ હોલસેલની દુકાનો પર તડાપીટ બોલાવતા સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા હતાં. કોરોનાની સ્થિતિમાં લોકોએ સમજદારી દાખવાના બદલે હોલસેલની દુકાનો પર  ભીડ કરતા કોરોનાના સંક્રમણનું જોખમ વધતા પોલીસને હોલસેલ પાન,તમાકુની દુકાનો પણ બંધ કરાવાની ફરજ પડી હતી.

અહેવાલ:સાગર સંઘાણી, ન્યૂઝ અપડેટ,જામનગર.