રાજકોટ: ડમી લેટર બનાવી પોસ્ટમાં નોકરી અપાવવાની લાલચ આપી લોકોને ખંખેરતા ઈસમને ઝડપી પડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

0
365

તાજેતરમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ સમક્ષ રજુઆત મળેલ કે ઘણા સમયથી રાજકોટ અને જુનાગઢ જીલ્લામાં પોસ્ટ ઓફીસોમાં કલાર્ક અને ગ્રામીણ ડાક સેવક તરીકેની નોકરી અપાવવા ઘણા લોકો પાસેથી જુદી જુદી રકમ ઉઘરાવી અને નોકરીના ખોટા નીમણુંક ઓર્ડર આપતા હોવાનું ધ્યાને આવેલ હતું જેથી આ કૈભાંડનો પર્દાફાશ કરવા તેઓ તરફથી ખાસ સુચના થઇ આવેલ તે રીતે સયુંકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ એહમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-૧ તથા મનોહરસિંહ જાડેજા ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ જશુદિપસિંહ સરવૈયા સા. નાઓએ આ કૈાભાંડ કરનાર ઇસમ અને તેના સાગરીતોની ધરપકડ કરવા આપેલ જરૂરી માર્ગદર્શન આધારે અમોપો.ઇન્સ, વી.કે. ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. પી.એમ.ધાખડા તથા એ. એસ. આઇ. જયુભા પરમાર, પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલાની ટીમને આ કૌભાંડ ની હકિકતને ડેવલપ કરી ડીકીય ર્ગોઠવી પદૉફાશ કરવા સુચના આપવામાં આવેલ હતી

દરમ્યાન આ કામના ભોગબનનાર પ્રજાજનને કૌભાંડ કરનાર ઇસમનો ફોન આવેલ અને તે આવા નોકરી ઇચછુકોની શોધમાં હોય તેવી માહિતી મળતા આ માહિતીને ડેવલપ કરી કોભાંડકારીને પકડી પાડી પર્દાફાશ કરવા ભોગબનનાર પ્રજાજને સદરહું કૈાભાંડકારી દીપકભાઇ ભટ્ટ ભોગબનનારના રહેણાં કે રાજકોટ ખાતે ડીકોય ગોઠવી ભોગબનનાર પાસેથી પોસ્ટ ડીપાર્ટમેન્ટમાં કાયમી ઓર્ડર આપવા અને બાકીના નાણાં લેવા આવનાર હોય તે મુજબ ભોગ બનાનારના રહેણાંકે વોચ ગોઠવી તે મુજબ કૌભાંડકારી ટ્રાવેરા કાર નંબર જી.જે. ૧૧ એ.બી. ૯૭૫૮ ની ડ્રાઇવર સાથે લઇ આવતા તેને ઝડપી લેવામાં આવેલ છે જેની વિગત નિચે મુજબ છે.

આરોપી –
દીપકભાઇ મુંગટભાઇ ભટ્ટ ઉ.વ. ૫૦ ધંધો નોકરી (મદરડા પોસ્ટ ઓફીસની સબ ઓફીસ દાત્રાણા ગામ ખાતે ડાક પોસ્ટ સેવક તરીકે ) રહે. જાંજરડા રોડ જીવનઘારા-૨, બ્લોક નં-૭, જુનાગઢ,

ડીકોય –
મજકુર દીપકભાઇ મુંગટભાઇ ભટ્ટ જેઓ નોકરી ઇચ્છુક લોકોને પોસ્ટ મા કાયમી નોકરી અપાવી દેવા કાયમી ઓર્ડર આપવાના બહારને વચન વિશ્વાસ આપી પૈસા પડાવતો હોય જે બાબતે ભોગબનનાર પ્રજાજન દ્વારા માહિતી મળતા જેને ડેવલોય કરી અને આજ રોજ દીપકભાઇ ભટ્ટ જેઓ ભોગબનનાર ના ઘરે કાયમી ઓર્ડર કરવા પેટેના રૂયિયા લેવા આવનાર હોય જેથી ભોગબનનાર ના રહેણાંક મકાને ડીકોય ગોઠવી અને દીપકભાઈ મુગટભાઈ ભટ્ટ જેઓ ભોગબનનાર ના ઘરે પોસ્ટમાં કાયમી ઓર્ડર આપવા બહાને ના પૈસા સ્વીકારતા તેઓને ઝડપી પાડવામાં આવેલ છે.

ડીકોય દરમ્યાન કબજે કરેલ મુદામા-
મજકુર દીપકભાઇ ભટ્ટ જેઓ ભાડાની ટાવેરા કાર લઇ ભોગબનનાર ના ઘરે પોસ્ટમાં કાયમી ઓર્ડર આપવા બહાના ના પૈસા લેવા આવેલ હોય જેઓ પાસેથી અન્ય કેન્ડીડેટ ના અસલ તથા ઝેરોક્ષ ડોકયુમેન્ટ, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા અલગ અલગ વ્યકિતના નામના પોસ્ટ ડીપાર્ટમેન્ટ ના લેટર પેડ ઉપરના ડમી ઓર્ડરો તથા રોકડ રૂ.૧,૦૦,૦૦૦/- કબજે કરવામા આવેલ છે.

સદરહુ ગુન્હા બાબતે ભોગબનનાર જેઓએ ડી. સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ છે જે અંગે પકડાયેલ દીપકભાઇ ભટ્ટ નાઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને તેઓનો કોરોના વાયરસ અંગે ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે.

પ્રાથમીક વિગત –
હાલના દીપકભાઇ ભટ્ટ જેઓ પોસ્ટ ડીપાર્ટમેન્ટમાં કાયમી ઓર્ડર અપાવા બહાને પૈસા પડાવતા હોય અને જે અંગેની પ્રાથમીક પુછપરછ દરમ્યાન તેઓ એ અંદાજીત ૫૦ થી વધુ લોકો પાસેથી ૭૫,00,000/- ઉપરની માતબર રકમની છેતરપીંડી વિશ્વાસઘાત કરી મેળવેલ હોવાનો પર્દાફાસ થયેલ છે અને આ મજકુર છેતરપીંડી વિશ્વસધાત કરી મેળવેલ રકમ પોતાના મોજશોખ વિગેરે ઐયાસી મા ઉપયોગ કરેલાનું પ્રાથમીક રીત જણાવેલ છે જેઓની વધુ તપાસ ચાલુમા છે.

કામગીરી કરનાર –
પોલીસ ઇન્સ્પેકટર વી. કે. ગઢવી, પો. સબ ઈન્સ પી.એમ.ઘાખડા, એ.એસ.આઇ. વીજયસિંહ ઝાલા, જયુભા પરમાર, રાજદિપસિંહ ગોહિલ તથા પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ ડી. ઝાલા, હરદેવસિંહ જાડેજા, જે.પી.મેવાડા,યોગેન્દ્રસિંહ જાડેજા તથા પો. કોન્સ. સ્નેહભાઇ ભાદરકા તથા એભલભાઇ બરાલીયા તથા મહિલા પો. કોન્સ. તોરલબેન જોશ્રી તથા ટીમ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here