આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન 8 તાલુકામાં વરસાદ નોંધાયો સૌથી વધુ 9 મિમિ અંકલેશ્વરમાં
ગાંધીનગર. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, ચરોતર, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ પડ્યો છે. ગઈકાલે સૌથી વધુ 3 ઈંચ વરસાદ ભરૂચ જિલ્લાના હાંસોટમાં નોધાયો હતો. દાહોદમાં પણ સારો વરસાદ નોંધાયો હતો અને 65 મિમિ વરસાદ પડ્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન રાજ્યના 8 તાલુકામાં સામાન્ય વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ 9 મિમિ વરસાદ ભરૂચના અંકલેશ્વરમાં નોંધાયો છે. જ્યારે નર્મદાના દેડિયાપાડા અને સુરતના માંગરોળમાં 5 મિમિ વરસાદ પડ્યો છે.
આજે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન નોંધાયેલો વરસાદ
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
ભરૂચ | અંકલેશ્વર | 9 |
નર્મદા | દેડિયાપાડા | 5 |
સુરત | માંગરોળ | 5 |
ગઈકાલે 19 જુલાઈએ રાજ્યમાં નોંધાયેલો 10 મિમિથી વધુ વરસાદ
જિલ્લો | તાલુકો | વરસાદ (મિમિમાં) |
ભરૂચ | હાંસોટ | 77 |
દાહોદ | દાહોદ | 65 |
ગાંધીનગર | માણસા | 40 |
ભરૂચ | ભરૂચ | 29 |
મોરબી | ટંકારા | 28 |
દાહોદ | દેવગઢબારિયા | 28 |
આણંદ | તારાપુર | 23 |
ભાવનગર | પાલિતાણા | 23 |
ભરૂચ | જંબુસર | 20 |
મહેસાણા | કડી | 19 |
આણંદ | સોજિત્રા | 18 |
બનાસકાંઠા | ભાભર | 16 |
દાહોદ | ધાનપુર | 16 |
આણંદ | બોરસદ | 15 |
આણંદ | પેટલાદ | 15 |
સુરત | ઉમરપાડા | 14 |
છોટાઉદેપુર | બોડેલી | 13 |
પંચમહાલ | ગોધરા | 13 |
ભરૂચ | ઝઘડિયા | 13 |
અરવલ્લી | બાયડ | 12 |
અમદાવાદ | ધોલેરા | 12 |
ભરૂચ | નેત્રંગ | 12 |
છોટાઉદેપુર | જેતપુર પાવી | 11 |
ખેડા | માતર | 10 |
આણંદ | આંકલાવ | 10 |
વલસાડ | કપરાડા | 10 |