EXCLUSIVE: દારૂબંધી મામલે ગુજરાતનાં દરેક ગામથી ગાંધીનગર સુધી “કાગડા બધે જ કાળા”

0
1542

ગુજરાતમાં દારૂની ફક્ત “પા(રપ%)બંધી”

ગુજરાતમાં દારૂબંધી હોઈ તો કરોડોનો દારૂ નાશ કેમ કરવો પડે છે??: સરકારને મનોમંથનની જરૂર

ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં રૂ.૧૧૫૫.૨૫ કરોડ દારૂ-બિયર પકડાયો

ગુજરાતમાં દારૂબંધી તો પહેલેથી જ છે તેમાંયે છેલ્લા એક વર્ષથી દારૂબંધી અંગેનો કાયદો વધુ કડક બનાવવામાં આવ્યો છે અને સજા તેમજ દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યારે દારૂ મામલે સૂકું ગણાતા ગુજરાતમાં કાયદેસર રીતે દારૂ પીવા અંગેની પરમીટ પણ ઇસ્યુ કરવામાં આવતી હોઈ છે જે સિવિલ સુપ્રીટેન્ડેટનટના અભિપ્રાય અનુસાર જિલ્લા કલેક્ટર દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે જેને સમયાંતરે રીન્યુ પણ કરાવવી પડે છે. પરંતુ , આ તો થઇ કાયદેસર રીતે પરમીટ વાળી દુકાનો પરથી માલ્ટા દારૂની વાત પરંતુ એ સિવાય ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ગુજરાતમાં કરોડોની કિંમતના ગેરકાયદેસર દારૂના વેચાણનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દારૂ વેચવા માટે ભરપૂર હપ્તા પણ પોલીસ વિભાગના અધિકારીઓને ચુકવવામાં આવતા હોઈ છે.

 પોલીસ દ્વારા આવા બુટલેગરો પર વાર-તહેવારે રેડ પણ પાડવામાં આવતી હોઈ છે અને પોલીસ કેસ બતાવવા માટે આશિક જથ્થો પણ પકડી પાડે છે.પરંતુ દારૂના ગેરકાયદેસર વેચાણના આ ગોરખધંધામાં મોટેભાગે મગરમચ્છો આબાદ છટકી જાય છે. જેની સાબિતી એ વાત પરથી જ મળે છે સમાચાર પાત્રોમાં એક યા બીજા સ્થળેથી સામાન્ય અમુક તમુક બોટલોથી લઈને દારૂની આખી ગાડીઓ પકડવા અંગેના સમાચારો મળતા હોઈ છે તો સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની કિંમતના દારૂનો બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે.
 આ બધું જોતા એમ કહેવામાં જરાયે અતિશયોક્તિ ન થાય કે, ગાંધીના ગુજરાતમાં દારૂબંધી તો છે જ. પરંતુ, દારૂની "પા(૨૫%)બંદી" જ છે. બાકી તો સામાન્ય માણસને પણ સામાન્ય સંપર્કોથી વિદેશી દારૂ સરળતાથી મળી જાય છે તેમાં શંકાને કોઈ સ્થાન જ નથી.

  ૨૦૧૧-૧૨માં ગુજરાતમાં ૫૧.૦૩ લાખ લીટર દારૂ વેચાયો હતો. જે ૬ વર્ષમાં વધીને ૨૦૧૭-૧૮માં ૩.૮૫ કરોડ લીટર થઈ ગયો હતો. ૧૮-૨૫ હજાર કરોડના વેચાણનો અંદાજ ૨૧ માર્ચ ૨૦૧૮ના દિવસે રાજ્યના ૩૧ જિલ્લામાં છેલ્લા ૨ વર્ષમાં ૧૪૭.૭૮ કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. તો ૩ લાખ ૧૩ હજાર ૬૪૨ લીટર તો માત્ર દેશી દારૂ જ ઝડપાયો છે. ૯ લાખ૨૨ હજાર ૪૦૮ વિદેશી દારૂની બોટલ અને ૨ લાખ ૨૯ હજાર ૯૦૮ બીયરની બોટલ ઝડપાઈ છે. સાથોસાથ ૧૬ હજાર ૩૩ વાહનો દાગ્ની હેરાફેરીમાં ઝડપાયા છે આ જોતા અનુભવી પોલીસ અધિકારીઓ કહે છે કે ગુજરાતમાં વર્ષે ર૧૮થી ૨૫ હજાર કરોડનો દારૂ વેચાતો હોઈ શકે છે. વર્ષે રૂ.૨,૦૦૦ કરોડનો વેરો ગુજરાત સરકારને મળવાના બદલે ર૩,૦૦૦ કરોડની રકમ પોલીસને અનેરાજકીય નેતાઓને હપ્તાપેટે મળે છે. રાજનેતાઓ દાઝ્મા અડ્ડા એટલા માટે પણ ચાલવા દે છે કે ચૂંટણીમાં તેમની પાસેથી દારૂ લઈ આવે છે અને મતદારોને આપે છે. બનાસકાંઠા જિલ્લામાં ભાજપના એક જાણીતા નેતાનો દારૂચૂંટણીના આગલા દિવસે મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પકડાવી દીધો હતો. તે પ્રકરણ બંધ થઈ ગયું છે

દારુ વેચતી ૫૨ દુકાનો
ગુજરાતમાં કાયદેસર દારૂ વેચતી હોય એવી 52 દુકાનો છે. તેમાં 17 ઓક્ટોબર 2018માં માત્ર 12 દુકાનો – લીકર શોપ – પર GSTના દરોડા પાડી રૂ.12.65 કરોડ વામાં આવ્યા હતા, બીજી દુકીનોને બચાવી લેવાઈ હતી. જો તમામ દુકાનો તપાસવામાં આવી હોય તો રૂ.100 કરોડ જેવી વેરા ચોરી પકડી શકાઈ હોત. રૂ.1.96 કરોડ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યા હતા. દારુ પર હાલ 65 ટકા લેખે વેટ ભરવો પડે છે. પકડાયેલી હોયેલોમાં હોટેલ પ્રેસિડેન્ટ-અમદાવાદ, નાલંદા-અમદાવાદ, ઈન્દર રેસીડેન્સી-અમદાવાદ, જીએસકે-અમદાવાદ, શિવ ઈન્ટરનેશનલ-સુરેન્દ્રનગર, ફોરચ્યુન પેલેસ-જામનગર, આરતી ઈન્ટરનેશનલ-ગાંધીઘામ, હોલીડે વિલેજ રીસોર્ટ-ગાંધીદામ, ગેટવે – સુરત, સેવન સ્કાય – ભૂજ, કટીરા-ભૂજ અને ઙોટેલ ફર્ન-રાજકોટનો સમાવેશ થાય છે.

નિશાન-એ-દારુ, કડક કાયદાને એક વર્ષ થયું


દારૂબંધીનો વધારે કડક કાયદો 15 ડિસેમ્બર 2017થી અમલી બન્યો છે. દારૂનું વેચાણ કરનાર કે પછી દારૂના ખરીદ વેચાણમાં મદદ કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાની જોગવાઈ છે. દારૂના ખરીદ- વેંચાણ અને હેરફેર કરનારા ગુનેગારોને 10 વર્ષ સુધીની કેદ અને 5 લાખ સુધીનો દંડ થાય છે. દારૂનો અડ્ડો ચલાવતા બૂટલેગર અને તેના મદદગારોને 10 વર્ષ સુધીની જેલ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. દારૂ પીને સમાજમાં અસભ્ય વર્તન કરે છે તો તેને 3 વર્ષ સુધીની કેદ થાય છે.ગુનેગારોને નાસી જવામાં જે પોલીસ મદદ કરે છે તેમને 7 વર્ષ સુધીની કેદ અને 1 લાખ સુધીનો દંડ કરી શકાય છે. અધિકારી ફરજમાં અડચણ કે હુમલો કરે છે તો તેને 5 વર્ષ સુધીની કેદ અને 5 લાખનો દંડ કરવાની જોગવાઈ છે

ઘરમાં બેસીને દારુ કેમ ન પીવાય
સરકારે આકરું વલણ અપનાવ્યાનો દાવો કર્યા પછી ઓક્ટોબર 2018ના છેલ્લા બે મહિનામાં રૂ.23 કરોડનો વિદેશી બનાવટનો દારુ પકડાયો હતો. દારુનુ ઉત્પાદન તેમજ ખરીદ વેચાણ અને હેરફેર કરનારાને 10 વર્ષની કેદ અને 5 લાખના દંડનો કાયદો બનાવ્યો છતા દારુ પીનારાઓ વધી રહ્યાં છે. તેથી ગુજરાતની વડી અદાલતમાં એક જાહેર હીતની અરજી થઈ છે કે લોકોને શું ખાવું અને શું ન પિવું તે બંધારણીય અધિકાર છે. લોકો પોતાના ઘરમાં બેસીને ગુજરાતમાં દારુ પીવે એવી છુટ આપવી જોઈએ. દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં લોકો પોતાના ઘરમાં બેસીને ઘણે ઠેકાણે દારુ પીવે છે. ભારતમાં દારુ પીવનું કલ્ચર સોમરસ થઈ વેદ સમયથી છે. તો ગુજરાતમાં કેમ બંધી છે. આ કેસ હાલ તો ચાલી રહ્યો છે.

દારૂના રૂ.3000 કરોડના હપ્તા
જોકે તેની સામે એવી દલીલ થાય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કારણે સામાજિક શાંતિ છે પણ તેની સામે ગુજરાતના મોટાભાગના પોલીસ મથકોનું ખર્ચ બુટલેગરો કાઢે છે. માત્ર ઓફિસનું જ ખર્ચ વર્ષે રૂ.700 કરોડથી વધું છે. વળી પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓને વર્ષે રૂ.3000 કરોડથી વધારાના હપ્તા મળતા હોવાનો અંદાજ વહીવટદારોનો છે. જ્યારે રૂપાણીની સરકાર આવી ત્યારે રોજ મોટી રેડ પાડવામાં આવતી હતી. હવે આવી રેડ બંધ કેમ થઈ ગઈ તે અંગે એક વહીવટદારે કહ્યું હતું કે, રાજસ્થાન સાથે રાજકારણીઓનું સેટીંગ થઈ ગયું છે. ચોક્કસ ચેનલ ગોઠવાઈ ગયા પછી આવી આવક વર્ષે રૂ.3000 કરોડ સુધી થઈ જાય છે. ખરેખર જો દારૂબંધી ન હોત તો તે પૈસા પ્રજાની તીજોરીમાં જતાં હોત. જેમાંથી ગુજરાતના તમામ ગરીબ લોકોના મકાનો બનાવી શકાયા હોત.

દારુની ખરીદી વધી
આ પરવાનાઓ દ્વારા ગુજરાતમાં 2012થી 2019ના 7 વર્ષમાં બધો મળીને 4 લાખ લિટર દારૂ ખરીદ કરવામાં આવ્યો હતો. કાયદેસરની દારૂની દુકાનમાંથી વેચવામાં આવતા દારૂનું સૌથી વધું વેચાણ સુરત, અમદાવાદ, વડોદરા, કચ્છ અને રાજકોટમાં થાય છે. સુરતમાં પાછલા છ વર્ષમાં 278.6 કરોડનો 1.13 કરોડ લિટર દારુ ખરીદ કરાયો હતો. આ પ્રમાણ 2011-12માં આ પ્રમાણ માત્ર 14 લાખ લિટર હતું. ત્યારબાદ અમદાવાદનો નંબર આવે છે, છેલ્લા છ વર્ષમાં 74.14 લાખ લિટર દારુનું વેચાણ થયું છે. જયારે વડોદરામાં આ પ્રમાણ 33.41 લાખ લિટર અને કચ્છમાં 33.12 લાખ લિટર હતું.

રૂ.2000 કરોડની આવકમાં ઘટ
મહારાષ્ટ્ર સરકારે વેરમાં 20 ટકાનો વધારો 2019ના નવા વર્ષથી કર્યો તેમાં તેની રૂ.500 કરોડની આવક વધી ગઈ છે. મહારાષ્ટ્રમાં વર્ષે રૂ.3000 કરોડની આવક દારુ પરના વેરા પરથી થાય છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 15માં નાણાં પંચ સમક્ષ માંગણી કરી હતી કે, ગુજરાતમાં દારુ બંધી હોવાથી રૂ.9,864 કરોડની ખોટ છે જે ભરી આપવા માટે 15માં નાણાં પંચ સમક્ષ કરી છે. એટલે કે વર્ષે રૂ.2000 કરોડનો વેરો દારૂના કારણે ગુમવવો પડે છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને દારુબંધીના કારણે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને જુતું મરનારા ગોપાલ ઈટાલીયા દારુ સામે બોલે છે. તેમનું કહેવું છે કે પોલીસ સ્ટેશનનું તમામ ખર્ચ સરકાર આપતી નથી જે બુટલેગરો ખર્ચ આપે છે. હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે.

સત્ય વાત..
રોલર ફેરવીને કરોડોની કિંમતનાં દારૂનો નાશ કરતા સમયે આ વિચાર કેમ નથી આવતો???
-ગુજરાતમાં કોઈપણ શહેરમાં કરોડોનાં દારૂનો નાશ કરવામાં આવે છે. પરંતુ આ દારૂ આવે છે ક્યાંથી? સરકારને ભરપૂર અભ્યાસની જરૂર
-ગુજરાતની બોર્ડર પોલીસની સલામતી વચ્ચે છીનડું પાડીને કરોડોની કિંમતનો દારૂ ટ્રક-કન્ટેનરોમાં ગાંધીનાં ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ વાત સરકારને સ્વીકારવી જ પડે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here