વધુ 3 દર્દીના મોત, કેસનો કુલ આંક 3604, કુલ 2889 દર્દીને ડિસ્ચાર્જ કરાતા રિકવરી રેટ 80.16 ટકા થયો

0
278

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 3 દર્દીના મોત થયા છે. વડોદરાના દર્દીનું ગોત્રી હોસ્પિટલમાં મોત થયું છે. આ ઉપરાંત અંકલેશ્વરના 72 વર્ષીય દર્દીનું અને આણંદના 60 વર્ષીય દર્દીનું પણ સારવાર દરમિયાન મોત થયા છે. તમામની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.

વડોદરામાં કોરોનાના કેસની કુલ સંખ્યા 3604 થઇ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા અને શહેર જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 3604 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2889 દર્દી રિકવર થયા છે. આમ 80.16 ટકા દર્દીઓ રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 653 એક્ટિવ કેસ છે, જે પૈકી 131 ઓક્સિજન ઉપર અને 39 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 572 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારમાં રવિવારે કેસ નોંધાયા
શહેરઃ VIP રોડ, પ્રતાપગંજ, ન્યુ સમા રોડ, વારસીયા RTO રોડ, સોમા તળાવ, ચાણક્યપુરી, છાણી જકાતનાકા, રાવપુરા, માણેજા, મકરપુરા, ન્યુ સમા રોડ, મકરપુરા રોડ, સુભાનપુરા, લક્ષ્મીપુરા રોડ, ખત્રીપોળ
ગ્રામ્યઃ ડભોઇ, કરજણ, પાદરા, બાજવા, કરોડિયા, સયાજીપુરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here