જૂનાગઢ છેલ્લા બે દિવસ દરમ્યાન ચાર પરપ્રાંતીય ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા 

0
257

ત્રણ ઈસમો શહેરનાં સરદાર બાગ વિસ્તાર પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો, જીવતા કાર્ટીસ ,છરી, સાથે જ્યારે જૂની આર.ટી.ઓ. કચેરી પાસેથી એક ઈસમ બે પિસ્તોલ અને દશ જીવતા કાર્ટીસ સાથે ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી ની સુચના તેમજ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ ગુન્હાઓ બનતા અટકવવા સુચના આપેલ હોય. તે અન્વયે આવી પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પી.આઈ એચ.આઈ.ભાટી તથા પી.એસ.આઇ જે.એમ.વાળા તથા સ્ટાફના માણસો સતત સક્રિય હોય.

તેઓને ચોકકસ બાતમી મળેલ કે ત્રણ પરપ્રાંતીય માણસો ગેરકાયદેસર હથીયાર રાખી સરદારબાગના બસ સ્ટેન્ડ પાસે બેસેલ છે જે ચોકકસ બાતમીના આધારે સરદારબાગના બસ સ્ટેશન પાસે આવતા બસ સ્ટેન્ડ પાસે ત્રણ ઇસમો બેસેલ જોવામાં આવતા ત્રણેય ઇસમોને પકડી તલાસી લેતા દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ તથા જીવતા કાર્ટીસ ૦૫, તથા છરી, મળી આવ્યા હતા આ ઉપરાંત એસ.ઓ.જી પોલીસ ને વધુ એક બાતમીના આધારે જુની આરટીઓ કચેરી પાસે એક શંકાસ્પદ ઈસમ ને ચેક કરતા તેમની પાસેથી પણ બે પીસ્ટલ અને દશ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યા હતા ઝડપાયેલ ઈસમો સામે હથિયારધારા.તથા , જી.પી.એક્ટ અન્વયે શહેરના સી ડીવી. પોલીસ સ્ટેશન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી 

શહેરના સરદાર બાગ વિસ્તાર પાસેથી ઝડપાયેલા આરોપી લખનસિંહ અમૃતસિંહ પાલ, ઉ.વ.૨૫, ધંધો કલરકામ, રહે પેવલી, તા.જી, ભીંડ, મધ્ય પ્રદેશ તેમજ અન્ય આરોપી સંજય અમરસિંહ રાપકા, રબારી, ઉ.વ. ૨૪, ધંધો- ડ્રાઇવીંગ, રહે ગોહાના, જી.સોનીપત, હરીયાણા તેમજ ત્રીજો આરોપી કેશવસિંઘ સુરેન્દ્રસિંઘ ગહેરવાર ઉ.વ. ૨૦, ધંધો-અભ્યાસ , રહે વસાનંગલા, જી. ફરૂખાબાદ, ઉત્તર પ્રદેશ વાળા હોવાનું ખુલવા પામ્યું હતું આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો ૧ કિ. રૂ. ૫,૦૦૦, જીવતા કાર્ટીસ નંગ ૦૫ કિ. ૫૦૦ મોબાઈલ ફોન નંગ-o૪ કિ.રૂ.૧૫,૫૦૦ મળી કુલ કિં.રૂ ૨૧.૦૫૦ નો મુદામાલ ઝડપાયો હતો. જ્યારે જુની આરટીઓ કચેરી પાસેથી ઝડપાયેલ અજય હરેન્દ્ર શર્મા ઉંમર વર્ષ ૨૪ રહે જવાલાનગર રાજપુર ચુંગી આગ્રા ઉત્તર પ્રદેશ વાળા પાસેથી બે પિસ્ટલ દશ નંગ જીવતા કાર્ટીસ બે ફુટેલા કાર્ટીસ મોબાઇલ સહિત ૫૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

અહેવાલ : હુસેન શાહ (જૂનાગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here