દૂધ સહિતની વસ્તુઓનું ખરીદ-વેચાણ કેવી રીતે કરવું? FSSAIએ ગાઈડલાઈન જાહેર કરાઈ

0
338
  • ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ દૂધના ખરીદ-વેચાણ માટે કેટલીક જરૂરી ગાઈડલાઈન જાહેર કરી
  • લોકલ સંક્રમણને અટકાવવા માટે આ ગાઈડલાઈન ખૂબ જ ઉપયોગી સાબિત થશે

અમદાવાદ. દેશભરમાં હાલ કોરોના મહામારીનો આંકડો સતત વધી રહ્યો છે. આ સંક્રમણને રોકવા માટે સરકાર તેમજ તંત્ર પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યું છે. છતા કેટલાક રાજ્ય છે જ્યારે કેસ ઘટવાની જગ્યા પર ડબલ થઈ રહ્યા છે. આ વાઈરસ સૌથી વધારે લોકલ સંક્રમણના કારણે વધે છે. જેને જોતા હવે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ દૂધના ખરીદ-વેચાણ માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. જે સંક્રમણને અટકાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યારે અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં તેનું પાલન થવાનું પણ શરૂ થઈ ગયું છે. 

લોકલ સંક્રમણનો ખતરો સૌથી વધારે ખરીદ-વેચાણની જગ્યા પર રહે છે
કોરોના વાઈરસના ચેપથી બચવા માટે શહેરના મોટાભાગના લોકો તમામ અખતરાઓ કરી રહ્યા છે તેમજ સરકારી ગાઈડલાઈનનું પણ પાલન કરી રહ્યા છે. છતા કોઈને કોઈ રીતે વાઈરસનો ભોગ બને છે. લોકલ સંક્રમણનો ખતરો સૌથી વધારે ખરીદ-વેચાણની જગ્યા પર રહે છે. જ્યાં ગ્રાહકો કોઈપણ વસ્તુની ખરીદી કરતી વખતે કેટલીક ભૂલ કરી બેશે છે જે અંતે સંક્રમણનો ખતરો ઉભો કરે છે. ત્યારે હવે ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ સૌથી વધુ જરૂરિયાત દૂધના ખરીદ-વેચાણ માટે એક ગાઈડલાઈન જાહેર કરી છે. 

દુકાનદાર સાથે પૈસાની લેવડ-દેવડ સમયે શું કાળજી રાખવી જોઈએ? 
ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોએ દુકાન પર જઈને કેવી રીતે પોતાની વસ્તુઓ ખરીદવી જોઈએ તેમજ દુકાનદાર સાથે પૈસાની લેવડ-દેવડ સમયે શું કાળજી રાખવી જોઈએ તેમજ દૂધને ઘરે લઈ જઈ તેનો ઉપયોગ કર્યા પહેલા શું કરવું જરૂરી છે તેની ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈન અનુસારવાથી કોરોનાના ચેપથી પોતાને તેમજ પોતાના પરિવારને બચી શકાય છે. 

ખરીદી કરતી વખતે ગ્રાહકોએ ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબતો
* દુકાન પર પહોંચો ત્યારે સૌથી પહેલા પોતે તેમજ દુકાનદારે માસ્ક પહેર્યું છે કે નહીં તે ધ્યાન રાખો. 
* વસ્તુની ખરીદી કરતી વખતે દુકાનદાર તેમજ ગ્રાહક વચ્ચે ઓછામાં ઓછું 3 ફૂટનું અંતર જરૂરી છે
* દુકાનદાર દૂધ તેમજ અન્ય વસ્તુઓ ટેબલ પર મુકે ત્યારબાદ જ તેને હાથ લગાવો, હાથોહાથ વસ્તુ ના લો. 
* ખરીદી કર્યા બાદ પૈસાની લેવડ-દેવડ પણ હાથોહાથ ન કરો, આ સ્થિતિમાં સૌથી વધુ ચેપનો ખતરો રહે છે

ઘરે લઈ જઈ દૂધના પેકેટનો વપરાશ કર્યા પહેલા આ કામ કરો
* દૂધ સહિતના પેકેટવાળા સામાનનો વપરાશ કર્યા પહેલા તેને પાણીથી ધોઈ નાખો
* ધોવા માટે સાબુનો ઉપયોગ કરવો, જેનાથી વાઈરસના કણનો નાશ થઈ જાય
* દૂધના પેકેટને ધોતી વખતે અન્ય વાસણોને અડવાનું ટાળો, તેનાથી ચેપ ફેલાઈ શકે છે
* દૂધનો ઉપયોગ કર્યા પહેલા તેને એકવાર ગરમ કરી લો