જાપાનના સ્પેસ સેન્ટરથી મંગળ માટે સેટેલાઈટ મોકલાયો, આ સફળતા મેળવનાર UAE દુનિયાનો 7મો દેશ

0
311
  • યાન સાત મહિના સુધી 493.4 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે
  • સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું- UAEનું માર્સ મિશન સમગ્ર દુનિયા માટે એક યોગદાન

ટોક્યો. સંયુક્ત અરબ અમીરાત (UAE)નું માર્સ મિશન હોપ પ્રોબ આજે જાપાનથી તેના સ્થાનિક સમય સવારે 6 વાગ્યેને 58 મિનિટે તનેગાશિમા સ્પેસ સેન્ટરથી અવકાશમાં જવા લોન્ચ થયું. સંયુક્ત રાષ્ટ્રએ UAEના આ મિશનની પ્રશંસા કરતા કહ્યું કે આ UAEનું માર્સ મિશન સમગ્ર દુનિયા માટે એક યોગદાન છે. 

UAEનું મંગળ મિશન હોપ પ્રોબ મંગળ પર ભવિષ્યમાં માનવ મિશન માટે મહત્વપૂર્ણ હશે. આ મિશન મંગળ પર ધૂળના વિશાળ તોફાનો અને તેના વાયુમંડળ વિશે રિસર્ચ માટે ડેટા ઉપલબ્ધ કરાવશે. અરબના દેશોનું આ પ્રથમ ઇંટરપ્લેનેટરી મિશન ફેબ્રુઆરી 2021માં મંગળની કક્ષામાં પહોંચવા માટે સાત મહિના સુધી 493.4 મિલિયન કિલોમીટરનું અંતર કાપશે. 

આ મિશનનાં સ્પેસક્રાફ્ટનું નામ ‘અલ-અમલ’રાખ્યું છે, જેનો અરેબિક ભાષામાં અર્થ આશા થાય છે. મંગળ ગ્રહના વાતાવરણને પરખવા તેમાં લેટેસ્ટ સેન્સર અને કેમેરા છે, જે ધૂળ અને ઓઝોનનું સ્તર ચેક કરશે. ગ્રહ પર હાઈડ્રોજન અને ઓક્સિજનનું લેવલ પણ ચેક થશે.  અત્રે ઉલ્લેખનીય છે કે જાપાનમાં આવેલા તનેગાશિમા આઈલેન્ડ પરથી માર્સ મિશન 15 જુલાઈએ લોન્ચ થવાનું હતું, પણ ખરાબ વાતાવરણને લોન્ચિંગ કેન્સલ કરવું પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here