જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, પહેલાં દિવસે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થશે અને છેલ્લાં દિવસે બુધ અને ગુરુ નક્ષત્ર બદલશે
સાપ્તાહિક કેલેન્ડર પ્રમાણે જુલાઈના ચોથા અઠવાડિયાની શરૂઆત અમાસથી થઇ ગઇ છે. અષાઢ મહિનાની અમાસને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે અમાસ પર સોમવારનો સંયોગ બનવાથી તે સોમવતી અમાસ કહેવાશે. એટલે આ સપ્તાહની શરૂઆત શ્રાવણ મહિનાના સુદ પક્ષથી માનવામાં આવી રહી છે. આ 7 દિવસમાં મંગળાગૌરી, હરિયાળી તીજ, વિનાયક ચોથ અને નાગપાંચમ જેવા મોટા તહેવાર ઉજવાશે.
જ્યોતિષીય દૃષ્ટિએ જોવામાં આવે તો આ સપ્તાહના પહેલાં જ દિવસે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન થશે. સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવી જશે. ત્યાર બાદ સપ્તાહના છેલ્લાં દિવસે ગુરુ અને બુધનું નક્ષત્ર પરિવર્તન પણ થશે.
20 થી 26 જુલાઈ સુધીનું પંચાગઃ-
20 જુલાઈ, સોમવાર – અષાઢ અમાસ, હરિયાળી, સોમવતી પર્વ
21 જુલાઈ, મંગળવાર – શ્રાવણ સુદ પક્ષ, એકમ તિથિ, મંગળા ગૌરી વ્રત
22 જુલાઈ, બુધવાર – શ્રાવણ સુદ, બીજ
23 જુલાઈ, ગુરુવાર – શ્રાવણ સુદ, હરિયાળી તીજ
24 જુલાઈ, શુક્રવાર – શ્રાવણ સુદ, ચોથ તિથિ, ગણપતિ વ્રત, વિનાયક ચોથ
25 જુલાઈ, શનિવાર – શ્રાવણ સુદ, નાગપાંચમ
26 જુલાઈ, રવિવાર – શ્રાવણ સુદ, છઠ્ઠ તિથિ, શીતળા પૂજા
અન્ય મહત્ત્વપૂર્ણ દિવસ અને જયંતી:-
23 જુલાઈ, ગુરુવાર – ચંદ્રશેખર આઝાદ અને તિલક જયંતી
25 જુલાઈ, શનિવાર – કવિ સુભદ્રા કુમારી ચૌહાણ જયંતી
જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહઃ-
20 જુલાઈ, સોમવાર – સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં પરિવર્તન
26 જુલાઈ, રવિવાર – બુધ અને બૃહસ્પતિનું નક્ષત્ર પરિવર્તન