શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પહોંચી, 55 સવાલોની યાદી તૈયાર

0
154

1993માં સાંસદ સંજય રાઉતે વર્ષા સાથે લગ્ન કર્યા હતા. વર્ષા મુંબઇના ભાંડુપની એક સ્કૂલમાં શિક્ષિકા છે.

શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા સોમવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પહોંચી હતી. PMC બેંક કૌભાંડમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલ EDની ટીમે 5 જાન્યુઆરીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જોકે, વર્ષા રાઉત એક દિવસ પહેલા જ ED ઓફિસ પર પહોંચી ગઈ હતી. સૂત્રોનું માનીએ તો 55 લાખ રૂપિયાની લેણદેણને લઈને 55 સવાલોની યાદી તૈયાર કરવામાં આવી છે.

વર્ષાને અત્યાર સુધીમાં 4 વાર સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. વારંવાર પોતાના કારણો દર્શાવીને તે પૂછપરછને ટાળી હતી. EDને શંકા છે કે વર્ષા રાઉતને આપવામાં આવેલી લોનનો PMC કૌભાંડ સાથે થોડો સંબંધ છે. EDના દાવાની પ્રતિક્રિયા આપતાં રાઉતનાં પરિવારે કહ્યું કે તેઓએ આ રૂપિયા 10 વર્ષ પહેલાં લીધા હતા. આ સંદર્ભે, આવકવેરા રિટર્નમાં પણ દર્શાવવામાં આવ્યું છે.

સૂત્રો મુજબ, EDની ઓફિસમાં પૂછપરછ પહેલા વર્ષા રાઉતને સાચું બોલવા માટેના શપથ અપાવવામાં આવશે. તેમણે લેખિતમાં આપવું પડશે કે તેઓ કોઈપણ સવાલના ખોટા જવાબ નહીં આપે અને જો તેમના સવાલના જવાબો ખોટા જણાય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

વર્ષા રાઉતને પુછવામાં આવી શકે છે આ 20 મુખ્ય સવાલ

1. તમારી પાસે કેટલા બેંક ખાતા છે?

2. તમારા બેંક ખાતામાં જમા રકમ કેટલી છે?

3. તમે તમારું આવકવેરા રીટર્ન ક્યાં ફાઇલ કરો છો?

4. તમે ગયા વર્ષે આવકવેરા રીટર્ન ફાઇલ કર્યું છે?

5. તમારા 10 વર્ષના આવકવેરા રિટર્નની એક નકલ આપો?

6. આપના નામે દેશના અને વિદેશમાં કેટલી સંપત્તિ છે?

7. તમે કેટલી કંપનીઓમાં ડિરેક્ટર છો?

8. કેટલી કંપનીઓમાઠી તમે ડિરેક્ટર તરીકે નામ પરત લીધું છે?

9. તમે ડિરેક્ટર તરીકેની કંપનીઓમાં અન્ય ડિરેક્ટર કોણ-કોણ છે?

10. આ કંપનીઓ શું-શું કામ કરે છે?

11. સિદ્ધાંત ઇસ્કોન પ્રાઈવેટ લિમિટેડ સાથે તમારે શી સંબંધ છે?

12. અવની કન્સ્ટ્રક્શન કંપની સાથે તમારો સંબંધ શું છે?

13. તમે માધુરી પ્રવીણ રાઉતને કેવી રીતે જાણો છો?

14. તેઓએ તમને 55 લાખ રૂપિયાની લોન કેમ આપી?

15. પૈસા લેતી વખતે શું તમને તમારા પતિની સંમતિ મળી હતી?

16. તમે લોનના રુપિયાનું ક્યાં રોકાણ કર્યું છે?

17. શું આ લોન અસુરક્ષિત હતી? જો હા, તો તેઓએ આ પ્રકારની લોન કેમ આપી?

18. શું આ લોન માટે કોઈ વ્યાજ ચૂકવવાનું હતું?

19. આજ દિન સુધી તમે કેટલું વ્યાજ ચૂકવ્યું છે?

20. શું તમે આ લોન ભરપાઈ કરવા હપ્તા ચૂકવ્યા છે, જો હા, તો કેવી રીતે?

રૂ. 55 લાખની લોન વ્યાજ વિના આપી
ED દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘તપાસમાં તે વાત સામે આવી છે કે પ્રવીણે તેની પત્ની માધુરીને 1.60 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી 55 લાખ રૂપિયા વ્યાજ મુક્ત લોન તરીકે વર્ષાને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાદમાં દાદર વિસ્તારમાં આ રકમ સાથે ફ્લેટ ખરીદ્યો હતો. આ વાત પણ સામે આવી છે કે વર્ષા અને માધુરી ‘અવની કન્સ્ટ્રક્શન’માં ભાગીદાર છે.

વર્ષા રાઉત ચાર કંપનીઓમાં ભાગીદાર છે
રાઉત પરિવાર ભાંડુપની ફ્રેન્ડસ કોલોનીમાં આવેલ મૈત્રી બંગલામાં રહે છે. સંજય રાઉતે આપેલી ચૂંટણીના સોગંદનામા મુજબ, વર્ષ 2014-15માં વર્ષા રાઉતની આવક રૂ .13,15,254 હતી. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના રેકોર્ડ અનુસાર વર્ષા રાઉત ચાર કંપનીઓ, રોઇટર્સ એન્ટરટેઇનમેન્ટ LLP, સનાતન મોટર્સ પ્રા.લિ., સિદ્ધાંત ઇસ્કોન પ્રાઈવેટ લિમિટેડ અને અવની કન્સ્ટ્રક્શનની ભાગીદાર છે. રોઇટર્સ એન્ટરટેઈનમેન્ટ LLP નામની કંપનીએ વર્ષ 2019માં ફિલ્મ ‘ઠાકરે’ બનાવી હતી. વર્ષ પોતાના પતિ સંજય રાઉત અને પુત્રી પૂર્વંશી-વિદિતા સાથે આ કંપનીમાં ભાગીદાર છે.

શું છે PMC બેન્ક કૌભાંડ
PMC બેંકમાં બનાવટી ખાતા દ્વારા એક ડેવલપરને 6500 કરોડ રૂપિયાની લોન આપવાની વાર રિઝર્વ બેન્કની નજરમાં વર્ષ 2019માં આવી હતી. રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2019માં કડક પ્રતિબંધો લગાવી દીધા હતા. PMC બેંક કૌભાંડ કેસમાં આર્થિક ગુના વિભાગ દ્વારા સારંગ વાધવાન અને રાકેશ વાધવાનની ધરપકડ કરવામાં આવી હતી. PMCબેંકને ડૂબાવવામાં મદદરૂપ બનનારા 44 ખાતા મહત્વપૂર્ણ હતા, જેમાના 10 ખાતા HDILના હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here