ખરવર નગર વાહન ડેપોમાં દારૂ પાર્ટી કરતા SMCના 10 કર્મી સસ્પેન્ડ

0
287

સુરત. ખરવર નગર વાહન ડેપોમાં શરાબની મહેફિલ માણતા હેલ્થ વર્કર, ડ્રાઇવર, બેલદાર સહિતના કર્મીઓનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.ઉધના ઝોન ખાતે પ્રાયમરી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા દેવાંગ ભરત દેસાઈ, વી.બી.ડી.સી. ના બેલદાર નિતિન અશોક પટેલ, ડ્રાઈવર મહેશ રામભાઈ પટેલ, જયેશ અર્જુનભાઈ પટેલ, જગદીશ ઘેલાભાઈ પટેલ, સફાઈ કામદાર ડ્રેનેજ અરવિંદ મથુરભાઈ સોલંકી, સફાઈ કામદાર વિજયકુમાર પરષોત્તમભાઈ નાયકા તથા અક્ષય રમેશભાઈ પટેલને તેઓની ફરજ દરમ્યાન ગત તા.17એ ખરવરનગર વાહન ડેપો ખાતે અન્ય સાથી કર્મચારી સાથે શરાબની મહેફિલ માણતા હોવાનો વિડીયો વોટ્સએપ પર વાયરલ થયો હતો. ફરજ પર ગેરશિસ્ત જણાતા કમિશનરે કડક પગલાં લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here