શાહીબાગ નેશનલ હેન્ડલૂમમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરે ઊડ્યા
અમદાવાદ. કોરોના વાઈરસના કારણે લૉકડાઉન ખૂલ્યા પછી છૂટછાટો મળતાં શહેરના મોટાભાગના બજારો ખૂલી ગયા છે. શહેરના હાર્દસમા ભદ્ર પાથરણાં બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તો જરાય નથી, અનેક લોકો અને કેટલાક વેપારીઓ માસ્ક વિના ફરી રહ્યા છે. કેટલાક વેપારીઓનું કહેવું છે કે, લોકોને બૂમો ન સંભાળતી હોવાથી માસ્ક પહેરતા નથી.
