સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, હોમ ક્વોરન્ટીન થયા

0
351
આ પહેલા કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ અને સતિષ પટેલ(નિશાળીયા)નો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

વડોદરા. વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો કોરોના વાઈરસનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જેથી તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. કેતન ઇનામદારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સમર્થકોમાં ચિંતા વ્યાપી ગઇ છે. 

કરજણના બે પૂર્વ ધારાસભ્યના પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા
ઉલ્લેખનિય છે કે, આ પહેલા રવિવારે રાત્રે કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓએ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાણ કરી હતી. અક્ષય પટેલ ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેમણે લોકોને જાહેરમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત કરજણના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)નો પણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ સારવાર હેઠળ છે.