સેન્સેક્સ 370 અંક વધ્યો, નિફ્ટીએ 11000ની સપાટી વટાવી; એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા

0
312
એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચસીએલ ટેક, ઈન્ફોસિસના શેર વધ્યાસન ફાર્મા, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, એમએન્ડએમ, નેસ્લેના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 370 અંક વધી 37390 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 105 અંક વધી 11007 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, એક્સિસ બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી છે. એચડીએફસી બેન્ક 4.78 ટકા વધી 1151 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 2.76 ટકા વધી 363.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, એમએન્ડએમ, નેસ્લે સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સન ફાર્મા 2.53 ટકા ઘટી 490.55 પર કારોબાર કરી રહ્યો છે. કોટક મહિન્દ્રા 1.08 ટકા ઘટી 1314.00 પર કારોબાર કરી રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here