પ્રાઈવેટ ટ્રેનોનો પ્રથમ સેટ 2023માં આવશે, તેમાં 12 ટ્રેનો હશે, 2027 સુધી તમામ 151 ટ્રેનો પાટા પર દોડાવામાં આવશે

0
293
ભારતીય રેલવેએ પ્રાઈવેટ ટ્રેનો ચલાવવા માટે 8 જુલાઈએ RFQને આમંત્રણ આપ્યું હતું

મેક ઈન ઈન્ડિયા હશે તમામ ટ્રેનો, રેલવેએ 30 હજાર કરોડનું રોકાણ કરવાની અપેક્ષા રાખી છે

ભારતીય રેલવેએ ખાનગી સેક્ટરની મદદથી દોડાવામાં આવતી પ્રાઈવેટ ટ્રેનો માટે ટાઈમલાઈન નક્કી કરી દીધી છે. પ્રારંભિક ટાઈમટાઈલ અનુસાર, 2023માં પ્રાઈવેટ ટ્રેનોનો પહેલો સેટ લોન્ચ કરવામાં આવશે. આ સેટમાં 12 ટ્રેનો હશે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તમામ 151 ટ્રેનોને 2027 સુધી લોન્ચ કરી દેવામાં આવશે. 

109 જોડી રૂટ પર દોડાવવામાં આવશે પ્રાઈવેટ ટ્રેનો
ભારતીય રેલવે તેના નેટવર્ક પર પ્રાઈવેટ પેસેન્જર ટ્રેનો ચલાવવાની યોજના ધરાવે છે. આ યોજના અંતર્ગત રેલવેએ ખાનગી ક્ષેત્રની 151 મોડર્ન પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે દરખાસ્ત માંગી છે. આ પ્રાઈવેટ ટ્રેનો 109 જોડી રૂટ પર દોડશે. પ્રસ્તાવમાં જણાવ્યા પ્રમાણે, આ ટ્રેનો દોડાવવા માટે પ્રાઈવેટ કંપનીઓની તરફથી શરૂઆતમાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 

આ રીતે લોન્ચ કરવામાં આવશે પ્રાઈવેટ ટ્રેનો

નાણાકીય વર્ષ ટ્રેનોની સંખ્યા
2022-2312
2023-2024 45
2025-26 50
2026-2027 44
કુલ ટ્રેન   151

નવેમ્બર સુધી ફાઈનલ થઈ જશે RFQ
પ્રાઈવેટ ટ્રેનો દોડાવા માટે ભારતીય રેલવેએ 8 જુલાઈએ  રિક્વેસ્ટ ફોર ક્વોટેશન (RFQ)ને આમંત્રણ આપ્યું હતું. તે નવેમ્બર સુધી ફાઈનલ થવાની સંભાવના છે. રેલવેની તરફથી નક્કી કરવામાં આવેલી ટાઈમટાઈલ પ્રમાણે, નાણાકીય ટેન્ડર માર્ચ 2021માં ખોલવામાં આવશે અને 31 એપ્રિલ 2021 સુધી સફળ બોલીદાતાઓની પસંદગી કરવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, સૌથી વધારે સરેરાશ આવક આપનારની આ પ્રોજેક્ટ માટે પંસદગી કરવામાં આવશે. 

ભારતમાં પ્રાઈવેટ ટ્રેનોનું નિર્માણ થશે
રેલવેના જણાવ્યા પ્રમાણે, 70 ટકા પ્રાઈવેટ ટ્રેનોનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે. આ ટ્રેનોને 160 કિલોમીટરની મહત્તમ ગતિ અનુસાર તૈયાર કરવામાં આવશે. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરવાથી સમયની 10થી 15 ટકા બચત થશે, જ્યારે 160 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી 30 ટકા સમયની બચત થશે. આ પ્રાઈવેટ ટ્રેનોની સ્પીડ વર્તમાન સમયમાં રેલવેની તરફથી દોડાવામાં આવતી સૌથી સ્પીડ ટ્રેનો કરતા વધારે હશે. પ્રત્યેક ટ્રેનોમાં 16 કોચ હશે. 

પ્રાઈવેટ કંપનીઓએ આપવો પડશે હોલેજ ચાર્જ 
RFQના જણાવ્યા પ્રમાણે, પ્રાઈવેટ કંપનીઓએ ભારતીય રેલવેને વાસ્તવિક વપરાશના આધાર પર ફિક્સ્ડ હોલેજ ચાર્જ, એનર્જી ચાર્જ આપવો પડશે. રેલવેને 151 ટ્રેનોમાંથી 3000 કરોડ રૂપિયા હોલેજ ચાર્જ મળવાની અપેક્ષા છે. આ ટ્રેનોમાં ડ્રાઈવર અને ગાર્ડની ભારતીય રેલવેની તરફથી નિમણૂક કરવામાં આવશે. પ્રાઈવેટ ટ્રેનોનું સંચાલન અને જાળવણી ભારતીય રેલવેના ધોરણો મુજબ થશે.

અત્યારે તેજસ એક્સપ્રેસના નામથી પ્રાઈવેટ ટ્રેન દોડાવામાં આવે છે
અત્યારે દેશમાં તેજસ એક્સપ્રેસના નામથી પ્રાઈવેટ ટ્રેન દોડાવામાં આવી રહી છે. આ પ્રાઈવેટ ટ્રેન દિલ્હી-લખનઉ અને મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડાવામાં આવી રહી છે. આ ટ્રેનોનું સંચાલન રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)દ્વારા કરવામાં આવી રહ્યું છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here